કોચિંગ ક્લાસ હવે 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને પ્રવેશ આપી નહીં શકે. કોચિંગમાં પ્રવેશ સેકન્ડરી (ધો.10)ની પરીક્ષા બાદ જ થઇ શકશે. તે સાથે જ કોચિંગમાં વિદ્યાર્થીઓ એક દિવસમાં મહત્તમ પાંચ કલાક જ અભ્યાસ કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવોમાં વધારો, આગની ઘટનાઓ, સુવિધાઓની અછત અને શિક્ષણ પદ્ધતિને લઇને મળેલી ફરિયાદો બાદ આ દિશાનિર્દેશ આપ્યા છે. મંત્રાલયે કહ્યું કે કોચિંગમાં સ્નાતકથી ઓછી યોગ્યતા ધરાવતા.
50થી વધુ વિદ્યાર્થીઓ ભણશે તેને કોચિંગ સેન્ટર મનાશે. તેમાં રમત, થિયેટર અન્ય રચનાત્મક નૃત્ય, થિયટ ગતિવિધિઓ સામેલ નહીં થાય. સ્કૂલના સમય દરમિયાન કોચિંગ ક્લાસ નહીં રાખી શકાય.
સ્કૂલના સમયમાં કોચિંગ નહીં ચાલે, વિધાર્થીઓના ગુણોત્તરમાં શિક્ષક રાખવા પડશે
- વિદ્યાર્થીઓ-શિક્ષકોએ એક દિવસની રજા આપવી પડશે. તેનાઆગલા દિવસે કોઈ પરીક્ષા નહીં હોય. મોટા તહેવારો દરમિયાનબાળકો પરિવાર સાથે રહી શકે તે રીતે રજા આપવી પડશે.
- રજિસ્ટ્રેશન બાદ જ કોચિંગ શરૂ થઇ શકશે. અત્યારના કોચિંગ ક્લાસને ત્રણ મહિનામાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- કોઇ ક્લાસની અનેક શાખા છે તો અલગ યુનિટ ગણાશે.
- પ્રતિ વિદ્યાર્થી ન્યૂનત્તમ 1 સ્ક્વેર મીટરની જગ્યા હોવી જોઇએ. • દરેક વિદ્યાર્થીઓને નોટ્સ તેમજ અભ્યાસક્રમની સામગ્રી વિદ્યાર્થીઓ માટે જરૂરી જગ્યા અને સંસાધન નહીં હોય તોરજિસ્ટ્રેશન નહીં થાય.
- કોઇ એક કોર્સની ફીસ લીધા બાદ વધારી નહીં શકાય.
- કોચિંગમાં જરૂરી હોય ત્યાં સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે.