રાજ્યવાસીઓને મોંઘવારીનો વધુ એક ડામ આપવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલના (groundnut oil) ભાવમાં તેજી જોવા મળી છે. સિંગતેલના ડબ્બાનો ભાવ ફરીથી 3 હજારની નજીક પહોંચી ગયો છે. છેલ્લા 3 દિવસમાં 100 રૂપિયાના ભાવ વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2860થી રૂ.2910 થઈ ગયો છે. ભાવ વધારા પાછળ લગ્નસરાની સિઝન કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.
પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. સિંગતેલના (Edible oil) ભાવમાં બે જ દિવસમાં ફરીથી વધારો થયો છે. ત્રણ દિવસ પહેલા સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ.30નો વધારો થયો હતો. ત્યારે હવે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2860થી રૂ.2910 થઈ ગયો છે.
મધ્યમ વર્ગ માટે ઘર ચલાવવુ બન્યુ મુશ્કેલ
ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે.