નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2024એ વચગાળાનું બજેટ રજૂ કરશે. પરંપરા મુજબ જોઈએ તો આ બજેટમાં વધારે મોટી જાહેરાતો ના થવી જોઈએ પણ આ વખતે ચૂંટણી પહેલા નિર્મલા સીતારમણ કંઈક અલગ રસ્તો પસંદ કરી શકે છે. હાલમાં જ તેમને સંકેત આપ્યા કે બજેટમાં સરકારનું ફોકસ કયા એરિયા પર સૌથી વધારે રહેવાનું છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે થોડા દિવસ પહેલા દિલ્હી યૂનિવર્સિટીની હિન્દુ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે એક વાતચીત કરી. તેમને સંબોધનમાં જણાવ્યું કે કેવી રીતે મોદી સરકારે 2014 બાદ યોજનાઓને ‘એક્ટિવ’ અને ‘મિશન મોડ’માં લાગુ કરી અને વિકસિત ભારતનો પાયો નાખ્યો. આ ભાષણમાં તેમને સંકેત આપ્યો કે બજેટમાં સરકારનું ફોક્સ ક્યા રહેવાનું છે.
પોતાના ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે તેમની સરકાર લોકોની વચ્ચે જાતિ કે ધર્મના આધાર પર ભેદભાવ કરતી નથી, તેથી સરકારની યોજનાઓ આ પ્રકારની બનાવવામાં આવી છે કે દરેક લોકોને તેનો લાભ મળે. વડાપ્રધાન મોદીએ ભારતને માત્ર ચાર સમૂહમાં રાખ્યુ છે. તે છે યુવા, મહિલા, ખેડૂત અને ગરીબ. સરકારની નીતિઓના કેન્દ્રમાં તેમને 4 સમૂહોને ધ્યાનમાં રાખવાના સંકેત આપ્યા છે.
નિર્મલા સીતારમણે કહ્યું યુવા, મહિલા, સારા ખેડૂત જે આપણને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરે છે અને ગરીબ જેમને ઉપર આવવા માટે હાલમાં સરકારી મદદની જરૂર છે. અમારી તમામ નીતિઓ તેમના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જ્યારે તેમને કેન્દ્રમાં રાખવામાં આવે છે, ત્યારે તમારે બીજી વાત પર ધ્યાન આપવાની જરૂર રહેતી નથી.
ઈકોનોમીના આ સેક્ટર પર રહેશે જોર
એટલુ જ નહીં નિર્મલા સીતારમણે પોતાના ભાષણમાં તે સેગમેન્ટ પર પણ સંકેત આપ્યા જેની પર ઈકોનોમિક પોઈન્ટ ઓફ વ્યુથી સરકારનું ફોક્સ રહેવાનું છે. તેમાં સ્કિલ ડેવલપમેન્ટ, કૃષિ ટેક્નિક અને દેશના નાગરિકોને સારી સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા પર અમારૂ જોર છે.