ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે અને આજે આ ખેડૂતો દિલ્હી પહોંચી શકે છે. જેને પગલે દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે ટ્રાફિક પ્રતિબંધને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને જામની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર વાહનો ધીરે ધીરે ચાલતા જોવા મળી રહ્યા છે.
#WATCH | Delhi: Heavy traffic snarl witnessed at Ghazipur border ahead of farmers' 'Delhi Chalo' march today. pic.twitter.com/E22ln3IsY1
— ANI (@ANI) February 13, 2024
હેલ્પલાઈન નંબર જાહેર કરવામા આવ્યો
ખેડૂત આંદોલનના પગલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે ટ્રાફિક એડવાઈઝરી પણ જારી કરી છે જેમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી સાથે જોડતી તમામ સરહદો પર બેરિકેડ લગાવીને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે. દિલ્હીના અનેક માર્ગો પર ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પ્રતિબંધોને કારણે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિતના NCR શહેરોમાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.
હરિયાણા જવા માટે 4 રૂટ
• ડાબર ચોક – મોહન નગર – ગાઝિયાબાદ – હાપુર રોડ – જીટી રોડ – દિલ્હી મેરઠ એક્સપ્રેસવે – ડાસના – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે થઈને મુસાફરી કરી શકાય છે.
• લોની – પૂજા પાવી – પંચલોક – મંડોલા – મસૂરી – ખેકરા (29 કિમી) ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દ્વારા ઈન્દ્રપુરી પહોંચી શકાય છે.
• દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવેની સર્વિસ લેનમાંથી પંચલોક – મંડોલા-મસૂરી – પૂજા પાવીથી ઠેકડા ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે પણ એક વિકલ્પ હોઈ શકે છે.
• દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસવે થઈને મંડોલા – મસૂરી – ખેકરા – ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસવે થઈને ટ્રોનિકા સિટીના માર્ગે જઈ શકાય છે.