પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પાર્ટી પ્રમુખ મમતા બેનર્જીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા ટીએમસીને પડેલો આ મોટો ફટકો છે.
TMC MP Mimi Chakraborty resigns from the post of MP. Details awaited. pic.twitter.com/LbTfpQdkxv
— ANI (@ANI) February 15, 2024
મિમીએ કેમ આપ્યું રાજીનામું
મિમીએ પોતાની જાદવપુર બેઠક પર ટીએમસીના સ્થાનિક નેતૃત્વથી નાખુશ હોવાથી રાજીનામું આપવાનું કહ્યું છે. 2019ની લોકસભા ચૂંટણીમાં મિમી ચક્રવર્તી જાદવપુર બેઠક પરથી જીત્યા હતા.
લોકસભા અધ્યક્ષને રાજીનામું આપે તો જ ગણાય કાયદેસર
મિમીએ ટીએમસી પ્રેસિડન્ટ મમતા બેનરજીને પોતાનું રાજીનામું સોંપ્યું છે પરંતુ લોકસભા અધ્યક્ષને સોંપાય તો જ તે માન્ય ગણાય છે. આને સત્તાવાર રાજીનામું નહીં ગણવામાં આવે.
કોણ છે મિમિ ચક્રવર્તી
મિમી ચક્રવર્તી બંગાળી ઉદ્યોગનું એક પ્રખ્યાત નામ છે. મિમીનો જન્મ 11 ફેબ્રુઆરી 1989ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં થયો હતો. મિમી ચક્રવર્તીએ 2012માં ચેમ્પિયન ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી. તેમણે બંગાળી ફિલ્મી જગતમાં 25 થી વધુ સફળ ફિલ્મોમાં કામ કર્યું હતું. મિમીની લોકપ્રિયતાને જોતા ટીએમસીએ 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ઉતાર્યાં હતા. મમતાના ચહેરા અને સોનાર બાંગ્લા સપનાના દમ પર બંગાળમાં મિમીએ મોદી લહેરને સફળતાપૂર્વક રોકી દીધી હતી. તેમણે ભાજપના ઉમેદવાર અનુપમ હજીરાને લગભગ 2 લાખ 95 હજાર મતોના મોટા અંતરથી હરાવ્યા હતા. સીપીએમ ત્રીજા સ્થાને રહી હતી.
ટીએમસી નેતાએ મિમી પર લગાવ્યા આરોપો
પશ્ચિમ બંગાળ સરકારમાં રાજ્યમંત્રી શ્રીકાંત મહાતોએ ટીએમસી સાંસદ મિર્મી ચક્રવર્તી સહિત અન્ય મોટા નેતાઓ પર પૈસા લૂંટવાનો દાવો કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે મિમી ચક્રવર્તી, જૂન માલિયા, સયાની ઘોષ, સયાંતિકા બેનર્જી, નુસરત જહાં જેવા નેતાઓ પૈસા લૂંટી રહ્યા છે. “જો આ નેતાઓ પૈસા લૂંટીને પાર્ટી માટે સંપત્તિ બની જાય છે, તો અમે મંત્રી રહેવા માંગતા નથી. લોકો કહી રહ્યા છે કે આ કેબિનેટના તમામ મંત્રીઓ ચોર છે. પાર્ટી તે ચોરોની વાત સાંભળશે. આપણે નવા માર્ગો શોધવા પડે છે. આપણે તેની સામે આંદોલન ઊભું કરવું પડશે.