નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી-50 ઈન્ડેક્સ સોમવારે 22,186ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સેન્સેક્સ સર્વાધિક ટોચ 73,327.94થી દૂર રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી 22,122.25 અંક સુધી ઘટ્યો હતો. સેન્સેક્સ 281.25 (0.39%) ઉછળીને 72,708.16 પર બંધ થયો હતો. 26 ઑક્ટોબર બાદ અંદાજે ચાર મહિનામાં નિફ્ટીએ 17.65% રિટર્ન આપ્યું છે. સેન્સેક્સમાં આ રિટર્ન 15.41% સુધી મર્યાદિત રહ્યું છે. સોમવારની તેજી બાદ NSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ 388.50 લાખ કરોડ રૂપિયાના અભૂતપૂર્વ સ્તરને સ્પર્યું હતું.
નિફ્ટીમાં 20 કંપનીઓ વધુ તેમાં જ વધુ તેજી
નિફ્ટીમાં 20 કંપનીઓ નિફ્ટી-સેન્સેક્સની ચાલ બદલાઈ ચૂકી છે. નિફ્ટીમાં 50 કંપનીઓનું વેઈટેજ છે. સેન્સેક્સમાં માત્ર 30નું. વધારાની 20 કંપનીઓમાં કેપિટલ ગુડ્સની કંપનીઓ પણ સામેલ છે. જે સતત સારું પ્રદર્શનવધુ, તેમાં જ વધુ તેજી કરી રહી છે. એટલે જ નિફ્ટી તેજીથી વધી રહ્યો છે. 22.100નું સ્તર પાર કર્યા બાદ હવે માર્કેટ 22,500-22,600ને સ્તરને પાર કરી શકે છે. એટલે કે આગળ પણ તેજીના અણસાર છે.