ચંડીગઢ મેયર ચૂંટણી વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહને ફટકાર લગાવી હતી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે ભાજપ અને AAP વચ્ચેના વિવાદમાં આઠ અમાન્ય મતોની તપાસ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,’ આઠ મત અમાન્ય ગણાશે અને મતોની ફરીથી ગણતરી કરવામાં આવશે. જે માન્ય ગણાશે અને તેના આધારે પરિણામો જાહેર કરવામાં આવશે.’
સુપ્રીમ કોર્ટમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિંગ ઓફિસરે અનિલ મસીહે કબૂલાત કરી હતી કે તેણે જ બેલેટ પેપર પર ક્રોસના નિશાન લગાવ્યા હતા. રિટર્નિંગ ઓફિસરની પૂછપરછ કર્યા બાદ કોર્ટે મતગણતરીનો વીડિયો અને ચૂંટણી સંબંધિત દસ્તાવેજો મગાવ્યા હતા, જે કોર્ટ રૂમમાં પહોંચ્યા હતા. રિટર્નિંગ ઓફિસરના વીડિયો અને બેલેટ પેપર પણ કોર્ટ રૂમમાં જમા કરાવવામાં આવ્યા હતા.
બેલેટ પેપર સાથે છેડછાડનો આરોપ
ચંડીગઢ મેયરની ચૂંટણીમાં બીજેપીના મનોજ સોનકરે 16 મતથી જીત મેળવી હતી. તેમણે આમ આદમી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમારને હરાવ્યા, જેમને 12 મત મળ્યા હતા. રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે ગઠબંધનના ભાગીદારોના આઠ મત અમાન્ય જાહેર કરતાં આ મામલે વિવાદ સર્જાયો હતો. જે બાદ બેલેટ પેપરમાં છેડછાડના આક્ષેપો થવા લાગ્યા હતા.