Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર લકઝરી પલટી : બેના મોત, ઈજાગ્રસ્તો નડિયાદ સિવિલમાં દાખલ

નડિયાદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપર લકઝરી પલટી : બેના મોત, ઈજાગ્રસ્તો નડિયાદ સિવિલમાં દાખલ

નડિયાદ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે પાસે શુક્રવારની સમી સાંજે પસાર થતી એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બૂમરાણ મચી જવા પામી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે. જ્યારે બનાવની જાણ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ બનાવ સ્થળે દોડી આવી હતી.આ લક્ઝરી બસ અમદાવાદથી પુના જઇ રહી હતી એ દરમિયાન જ નડિયાદ નજીક અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર કેટલાક પેસેન્જર ઘાયલ થતા તેઓને સારવાર માટે નડિયાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનામાં મરણ જનાર દિનેશભાઇ ભાવનીચકર શાહ (રહે.બારેજા) તથા દેવ દેવેન્દ્રભાઇ શાહ (રહે. બાપુનગર) હોવાનું જાણવા મળેલ છે, આ અંગે સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

 

 

 

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.