મહા મહિનાની પૂનમના દિવસે નડિયાદ ખાતે આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી દાદાને અનોખા ૫૧ શેરડી ના ઉપયોગથી શણગાર કરવામાં આવ્યા, જેનો ભાવિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ મંદિર એક તો ૧૪૦ વર્ષ જૂનું મંદિર છે જે નવા બસ સ્ટેન્ડ પાસે નડિયાદ ખાતે આવેલું છે, જે મંદિરે દર શનિવારે અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે, અનોખા દર્શન નો લાભ લેવા ભક્તો સવારથી મોટી સંખ્યામાં આવે છે.