તા.૨૫.૦૨.૨૪ ને રવીવારે વડાપ્રઘાન નરેન્દ્ર મોદીના હસ્તે ડાકોર ખાતેના સબ- ડિસ્ટ્રીકટ હોસ્પીટલના નવીન બીલ્ડીંગનું ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યુ. અંદાજીત રુ.૨૦ કરોડના ખર્ચે બનેલ આ નવીન બીલ્ડીંગ થી ડાકોર તથા આજુબાજુના તાલુકાના લોકોને સ્ત્રી રોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, એનેસ્થેટીક, સીએમ સેતુ અંતર્ગત જનરલ સર્જન,ડેન્ટીસ્ટ ફીજીયોથેરાપીસ્ટ વગેરેની આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ થશે. આ નવીન બીલ્ડીંગમાં લેબોરેટરી, એકસ-રે, ઇમરજન્સી, ગાયનેક, આઇ.સી.યુ,લેબર-રુમ,ફીમેલ વોર્ડ, મેલ વોર્ડ, ઓપરેશન થીયેટર, દાંત વિભાગ, આઇ.સી.ટી.સી વિભાગ, એસ.ટી.ડી. કાઉન્સીલીંગ, તેમજ બ્લડ સ્ટોરેજ યુનીટ ટ્રોમા સેન્ટર, ડાયાલીસીસ વોર્ડ જેવા વિભાગો ઉપલબ્ધ છે.
ડાકોર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ઠાસરા ધારાસભ્ય, માતર ધારાસભ્ય, જિલ્લા કલેકટર અમીત પ્રકાશ યાદવ, સીડીએચઓ. નડીયાદ, સીડીએમઓ. સીવીલ નડીયાદ, સુપ્રિટેન્ડેન્ટ એસડીએચ.ડાકોર તથા આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યા હતા.