લોકસભા ચૂંટણી પહેલા હાલ રાજ્યસભાની ચૂંટણી માટે ત્રણ રાજ્યોની 15 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક સીટનો સમાવેશ થાય છે. આ બધાની વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, ઉત્તરપ્રદેશમાં મતદાન દરમિયાન સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. તેના 8 ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરી છે. આ સાથે હિમાચલમાં પણ ક્રોસ વોટિંગ જોવા મળી રહ્યું છે.
સપાના કયા ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું?
ઉત્તરપ્રદેશમાં ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક મતદાન કરવા માટે 8 બળવાખોર સપા ધારાસભ્યોને તેમની સાથે લઈ ગયા હતા. સપાના ધારાસભ્યો રાકેશ પ્રતાપ સિંહ, રાકેશ પાંડે, અભય સિંહ, મનોજ પાંડે, પૂજા પાલ, વિનોદ ચતુર્વેદી, મહારાજી પ્રજાપતિ અને આશુતોષ મૌર્યએ ભાજપની તરફેણમાં મતદાન કર્યું છે. એવું માનવામાં આવે છે કે, ભાજપના આઠમા ઉમેદવાર સંજય સેઠને 26-28 ફર્સ્ટ પ્રેફરન્સ વોટ મળી શકે છે જ્યારે સપાના ઉમેદવારને એકંદરે માત્ર 20 વોટ મળવાની શક્યતા છે. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર સંજય સેઠની જીત લગભગ નિશ્ચિત છે.
#WATCH | Lucknow: On Rajya Sabha elections, Samajwadi Party chief Akhilesh Yadav says, " Not everybody has the guts to stand against the Government…pressure is put on everybody, is there anyone who doesn't know that BJP would go to any extent to win. BJP was dishonest during… pic.twitter.com/WFxqpQzeRc
— ANI (@ANI) February 27, 2024
હિમાચલ પ્રદેશમાં 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના 9 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. જેના કારણે અહીંના રાજકીય સમીકરણ સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હિમાચલમાં રાજ્યસભાની એક બેઠક માટે મતદાન ચાલી રહ્યું છે. તમામ 68 ધારાસભ્યોએ મતદાન કર્યું છે. ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનનું કહેવું છે કે અમે ચૂંટણીને રસપ્રદ બનાવી છે. તેમણે દાવો કર્યો હતો કે હું જીતતાની સાથે જ કોંગ્રેસની સરકાર પડી જશે. આ દરમિયાન મહાજને સીએમ સુખુ પર પણ જોરદાર નિશાન સાધ્યું. વિધાનસભામાં સવારે 9 વાગ્યાથી મતદાન ચાલુ છે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. ત્યાર બાદ સાંજે 5 કલાકે મતગણતરી હાથ ધરાશે. કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અભિષેક મનુ સિંઘવીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે હર્ષ મહાજનને ઉમેદવાર બનાવ્યા છે.
#WATCH | Shimla | On rumors of cross-voting in Rajya Sabha elections, Himachal Pradesh minister & Congress leader Vikramaditya Singh says "…As far as I am concerned, my conscience is clear." pic.twitter.com/MPLqHf795x
— ANI (@ANI) February 27, 2024
સુખવિંદ સિંહ સુખુએ જીતનો દાવો કર્યો
મતદાન બાદ મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ જીતનો દાવો કર્યો અને કહ્યું કે તમામ ધારાસભ્યોએ પાર્ટીની વિચારધારા પર મત આપ્યો છે. પાર્ટી સંપૂર્ણ રીતે એક થઈ ગઈ છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો સરકારની સાથે છે. તેમણે કહ્યું કે વિપક્ષ ભાજપ પૈસાના વિવેકની વાત કરે છે, કારણ કે ભાજપ પાસે વિવેક નથી, પૈસો તેમનો અંતરાત્મા છે. જો કોઈ પક્ષની વિચારધારા વિરુદ્ધ મત આપે તો સોદાબાજી થવાની શક્યતા રહે છે.
#WATCH | On rumours of cross-voting in Rajya Sabha elections by ST Somashekar, BJP MLA Basanagouda R Patil (Yatnal) says, "Sometimes such things happen. The party had given clear direction to vote for BJP-JD(S) candidates." pic.twitter.com/k2irbnfpEK
— ANI (@ANI) February 27, 2024
સપાના ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના પક્ષમાં મતદાન કરશે
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહે કહ્યું કે, તમામ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીની તરફેણમાં મતદાન કરશે. જો કે કેટલાક લોકો નારાજ હોઈ શકે છે, પરંતુ કોઈપણ ધારાસભ્ય પાર્ટીની વિચારધારાથી ભટકીને પોતાનો મત નહીં આપે. તેમણે કહ્યું કે, ભાજપે ઉમેદવારોને જોઈને સરકારને મુશ્કેલીમાં મુકવાનો ચોક્કસ પ્રયાસ કર્યો છે, પરંતુ સરકાર પોતાની બહુમતી સ્થાપિત કરશે અને નારાજ લોકો વિશે સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. સરકાર પાસે હજુ ઘણો સમય બાકી છે. બધાને સાથે લેવા પડશે.
કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું ?
કર્ણાટકમાં કોંગ્રેસે દાવો કર્યો છે કે, ભાજપના ધારાસભ્ય એસટી સોમશેખરે ક્રોસ વોટિંગ કર્યું છે. જોકે ભાજપના ધારાસભ્ય બસનાગૌડા આર પાટીલ (યતનાલ)એ કહ્યું કે, કેટલીકવાર આવી વસ્તુઓ થાય છે. પાર્ટીએ BJP-JD(S) ઉમેદવારોને મત આપવા સ્પષ્ટ સૂચના આપી હતી.