Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 30°C

કપડવંજ વિધાનસભાના ૮૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

કપડવંજ વિધાનસભાના ૮૦૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા

ધારાસભ્ય રાજેશ ઝાલાનું સફળ ઓપરેશન

કપડવંજ વિધાનસભાના કોંગ્રેસના ૮૦૦ થી વધુ હોદ્દેદારો, કાર્યકરોએ આજે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, જિલ્લા ભાજપ મંત્રી ધુળાભાઈ સોલંકી,એપીએમસીના પૂર્વ ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના કપડવંજ વિધાનસભાના અગ્રણીઓ ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.

કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલાના પ્રયત્નોથી કપડવંજ વિધાનસભામાં ભાજપમાં જોડાનાર કોંગ્રેસના આગેવાનોમાં કપડવંજ તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ એલ.એસ. ઝાલા, કોસમના સરપંચ કિશનસિંહ ઝાલા (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના સુપુત્ર), પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુબેન ઝાલા, એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન જયદીપસિંહ ઝાલા, તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ પ્રભાતસિંહ પરમાર, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી ઇન્દ્રસિંહ ચૌહાણ મંત્રી, તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પી.ટી. ઝાલા, કપડવંજ તાલુકા સરપંચ એસોસિએશનના ઉપપ્રમુખ અને લાલાતેલીના સરપંચ બળવંતસિંહ ચાવડા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના સભ્ય ડો. તખતસિંહ સોઢા, તાલુકા યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અલ્પેશસિંહ બિહોલા, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામસિંહ ઝાલા સહિત દસ જેટલા સરપંચો,અગ્રણીઓ સહિત ૮૦૦ થી વધુ કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કમલમ ખાતે આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ સૌનું સ્વાગત કર્યું હતું.

 

 

 

 

 

રીપોટૅર-સુરેશ પારેખ (કપડવંજ)

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.