ગોધરા રેલવે સ્ટેશન પાસે 22 વર્ષો પૂર્વે તારીખ 27 ફેબ્રુઆરી 2002 ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો જે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ –6 કોચમાં સવાર હતા આ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર પથ્થરમારો કરીને એસ-6 કોચને આગ ને હવાલે કરવાના કટ્ટરવાદીઓ ના કૃત્યોના પગલે ઘટના સ્થળે જીવતા ભડથુ થઈ ગયેલા 59 કાર સેવકોને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજરોજ સતત 22 માં વર્ષે ભારેહૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી .
ગોધરા શહેરમાં થયેલા સાબરમતી હત્યાકાંડને આજે 22 વર્ષ પુરા થયા છે. ત્યારે હત્યાકાંડના ભોગ બનેલા રામસેવકોના હુતાત્માને શાંતિ મળે તે માટે ગોધરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સુંદરકાંડ આયોજન સમિતિ તરફથી પ.પૂ અશ્વિનજી પાઠક (પૂ.ગુરુજી)ના સુમધુર કંઠે ગોધરાના ચાંદની ચોક પ્રભાકુંજ સોસાયટી પાસે આવેલા મેદાનમાં ગોધરાવાસીઓને રસપાન કરવામાં આવશે. તેમાં ગોધરા શહેરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે. દર વર્ષે વીએચપી તરફથી સુંદરકાંડનું કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે.