હાલ દેશમાં ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મની ચર્ચા ખૂબ જ થઈ રહી છે. આ ફિલ્મની કહાનીને લઈ તે ચર્ચાના કેન્દ્ર સ્થાને છે. કેટલાક રાજ્યોમાં આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ ઘણી સંસ્થાઓ ફ્રીમાં યુવાનોને ફિલ્મ બતાવવાની અપીલ કરી રહી છે ત્યારે અમદાવાદ ખાડિયાના પૂર્વ કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે પણ મહિલાઓને ફ્રીમાં ફિલ્મ બતાવી.
રાયપુર ખાડીયાના કેટલાક રહીશોને પૂર્વ કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટે ફિલ્મ બતાવવાનું આયોજન કર્યું હતુ. રીલીફ રોડ પર આવેલી રૂપમ સિનેમામાં 100થી વધુ ટિકિટ બુક કરાવીને મહિલાઓને મુવી બતાવવામાં આવી. પૂર્વ કાઉન્સિલર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટનું કહેવું છે કે, આતંકવાદ અને ધર્મ પરિવર્તન અંગે લોકો જાગૃત બને અને આવી અનઅધિકૃત પ્રવૃત્તિથી પ્રેરાય નહીં તે હેતુથી આયોજન કરાયું છે.