સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા દિવસ ઉજવણીમાં પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી.
સરકાર દ્વારા કિશોરીઓનાં સ્વાસ્થ્ય માર્ગદર્શન અને કાળજી માટે વિવિધ આયોજનો રહેલાં છે જે મુજબ સંકલિત બાળવિકાસ યોજના કચેરી સિહોર અંતર્ગત ફરજ પરનાં અધિકારી હેમાબેન દવેનાં નેતૃત્વ સાથે સણોસરામાં આંગણવાડી કેન્દ્રમાં પૂર્ણા શક્તિ વાનગીઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
આંગણવાડી કેન્દ્રનાં આ કાર્યક્રમમાં જાગૃતિબેન રાવલ, સંગીતાબેન ચાવડા, જયશ્રીબેન વાળા, હિરલબેન ચૌહાણ, હેતલબેન આચાર્ય, મનીષાબેન સાંબડ અને સ્મિતાબેન ચૌહાણનું સંકલન રહ્યું હતું.
અહીંયા પૂર્ણા દિવસ ઉજવણીમાં કિશોરીઓને પોષણ વાનગી માર્ગદર્શન સાથે કઠોળની રંગોળી બનાવવામાં આવી જેમાં બહેનો ઉત્સાહ સાથે જોડાયેલ.