અયોધ્યાધામમાં દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતોએ રામજન્મભૂમિ રામલલા દર્શન અને મોરારિબાપુના વ્યાસાસને રામકથા શ્રવણ લાભ લીધો છે.
ભારતવર્ષનાં સનાતન તીર્થ અયોધ્યાધામમાં રામલલાના દર્શન સાથે મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ રામમંદિર’ ચાલી રહેલ છે જેમાં દેશ વિદેશનાં ભાવિકો ઉમટી રહ્યા છે. અહી આપણી દેહાણ્ય જગ્યાનાં સંતો મહંતો અને મહાનુભાવો જોડાઈ રહ્યા છે.
આપણી સનાતન જગ્યાઓનાં ધર્મગુરુઓ સંતો મહંતો દ્વારા થયેલ આ અયોધ્યા યાત્રામાં કણિરામજી મહારાજ (દુધરેજ), શિવરામજી સાહેબ (મોરબી), દુર્ગાદાસજી મહારાજ (સાયલા), લલિતકિશોરશરણજી મહારાજ (લીમડી), જગજીવનદાસજી મહારાજ (જૂનાગઢ), કેશવાનંદજી મહારાજ (દ્વારકા), રાજેન્દ્રદાસજી મહારાજ (તોરણિયા), બાબુરામજી મહારાજ (ધોળા), નાગરદાસજી મહારાજ (દુધરેજ) સાથે કથાકાર વક્તા રામેશ્વરદાસજી હરિયાણીએ રામલલાદર્શન લાભ લીધો અને રામકથા ‘માનસ રામમંદિર’ શ્રવણ લાભ લઈ ધન્યતા અનુભવી.