કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારી કાઝી મહંમદ શકીલ અબ્દુલ રઝાકભાઈનો વિદાય-સન્માન સમારોહ તાલુકા હેલ્થ અધિકારી ડો. અંકુર પટેલ, નિવૃત્ત મેડિકલ ઓફિસર ડો. મનુભાઈ ગઢવી,આશાદીપ હોસ્પિટલના ડો. યોગેશ શાહ, સહયોગ હોસ્પિટલના મહંમદ મન્સુરીની ઉપસ્થિતમાં યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તથા સાથી કર્મચારીઓએ શકીલભાઈ સાથેના ફરજ દરમિયાનના સંસ્મરણો વાગોળી તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને પ્રમાણિકતાને બિરદાવી હતી અને નિવૃત્તિ બાદનું તેમનું શેષ જીવન તંદુરસ્તમય અને સમાજ ઉપયોગી નિવડે તેવી શુભેચ્છા પાઠવી હતી.
વિદાય લેતા શકીલભાઈએ ફરજના 32 વર્ષ દરમિયાન સાથ અને સહયોગ આપનાર સાથી ડોક્ટરશ્રીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો. અને નિવૃત્તિ બાદ પણ જરૂર પડે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સેવા આપવાની ખાતરી આપી હતી.
આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પંચાલ, ચીફ ઓફિસર કૈલાસબહેન પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ ગોપાલ શાહ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ, ડો. ઉમેશ શાહ, મેડિકલ ઓફિસરડૉ કેતન મિસ્ત્રી, ડો.પૂર્વાન રામી,દાંત સર્જન ડૉ. પાર્થ ભટ્ટ,નગરપાલિકા સદસ્ય ઈમ્તિયાઝ શેખ, ચિન્ટુ પટેલ, મોઈન શેખ, જાબીરભાઈ કુરેશી સહિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ડોક્ટરશ્રીઓ અગ્રણીઓ તથા સમાજના લોકોએ ઉપસ્થિત રહી શકીલભાઈને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન કિશન પરિખે કર્યું હતું.
રીપોટૅર-સુરેશ પારેખ (કપડવંજ)