કતારમાં મૃત્યુદંડની સજા પામેલા ભૂતપૂર્વ ભારતીય સૈનિકોની સજા માફ કરવામાં આવી છે. આ સમાચારને ભારતની મોટી રાજદ્વારી જીત માનવામાં આવી રહી છે. અહીં એક નોંધનીય વાત એ છે કે, અત્યાર સુધી 8 ભારતીય નાગરિકોમાંથી માત્ર 7 જ ભારત પરત આવી શક્યા છે. 12 ફેબ્રુઆરીએ 7 નાગરિકો ભારત પરત ફર્યા હતા. પરંતુ હજુ સુધી એક નાગરિક પરત ફરી શક્યા નથી. હવે ભારતના વિદેશ મંત્રાલયે આ મામલે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ આઠમા ભારતીય નાગરિકની વાપસી થશે.
#WATCH | MEA Spokesperson Randhir Jaiswal says, "About the Indian national in Qatar, all 8 Indian nationals who were involved in the Dahra Global case, they have been released. 7 of them have returned to India. The 8th Indian national has certain requirements to fulfill. He will… pic.twitter.com/8KNBDcuuRj
— ANI (@ANI) February 29, 2024
શું હતો સમગ્ર મામલો?
કતારની અદાલતે 26 ઓક્ટોબરે ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ કર્મચારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ તમામ કતારની કંપની અલ દહરામાં કામ કરતા હતા અને વર્ષ 2022માં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભારતે આ સજા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો. કરાતની એપેલેટ કોર્ટે 28 ડિસેમ્બરે મૃત્યુદંડમાં ફેરફાર કર્યો હતો અને ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને વિવિધ શરતોની કેદની સજા સંભળાવી હતી. આખરે આ ભારતીય નાગરિકોની સજા માફ કરવામાં આવી અને તેમાંથી 7 ભારત પરત ફર્યા.