Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 28°C

એકતાનગર ખાતે નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમાના વૈકલ્પિક રૂટ અંગે બેઠક યોજી

એકતાનગર ખાતે નર્મદા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમાના વૈકલ્પિક રૂટ અંગે બેઠક યોજી

શ્રદ્ધાળુ, ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ અને સુરક્ષા ઉભી કરવા સંબંધિત અધિકારીઓને સૂચનો આપ્યા

નર્મદા જિલ્લામાં થતી નર્મદા મૈયા ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રદ્ધાળુ, ભાવિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે એકતાનગર સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ સમગ્ર પરિક્રમા માટે વ્યવસ્થાના ભાગરૂપે વૈકલ્પિક માર્ગનું જાતનીરીક્ષણ કરીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરી હતી.

બેઠકમાં ભાવિકોની સુવિધામાં વધારો કરવા વૈકલ્પિક માર્ગ સહિત પ્રાથમિક સુવિધાઓ, પાર્કિંગની સુવિધાઓ, પોલીસ બંદોબસ્ત, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિતની વ્યવસ્થાને આયોજનબદ્ધ પૂર્ણ કરવા અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચનો આપ્યા હતા.

કલેકટર શ્રીએ સર્વ પ્રથમ રામપુરા ઘાટ પર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વૈકલ્પિક રૂટ અંગે ચર્ચા કરીને રૂબરૂ વૈકલ્પિક રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

આ બેઠકમાં પ્રાયોજના અધિકારી શ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. જાદવ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

રિપોર્ટર -શૈશવ રાવ (નર્મદા)

Filed under Narmada Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.