ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથને કેન્સર હોવાનું સામે આવ્યું છે. આ દુખદ સમાચાર ખુદ તેમણે જાહેર કર્યાં છે. જે સમયે સૂર્ય મિશન
આદિત્ય એલ-1નું ગોઠવાયું હતું તે દિવસે એસ સોમનાથનું કેન્સરનું નિદાન થયું હતું.
Bharat is blessed to have such Gritty & Dedicated Scientists!
ISRO Chief S Somnath was diagnosed with cancer on the day Bharat's Aditya-L1 mission launched into space, which didn't stop him from going ahead with his duties.
He has undergone regular checkups & scans and now is… pic.twitter.com/4M1cX4vgyk
— BhikuMhatre (Modi's Family) (@MumbaichaDon) March 4, 2024
એક ઈન્ટરવ્યુમાં સોમનાથે કર્યો ખુલાસો
એક ઈન્ટરવ્યૂમાં સોમનાથે કહ્યું કે સ્કેનિંગમાં કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. ચંદ્રયાન-3 મિશન લૉન્ચિંગ દરમિયાન પણ કેટલીક હેલ્થની તકલીફો થઈ હતી. જોકે તે સમયે કેન્સરની ખબર નહોતી પરંતુ આદિત્ય મિશનના દિવસે એને આ રોગ થયો હોવાનું નિદાન થયું હતું. આનાથી હું અને મારો પરિવાર દુખી થયાં હતા.
આ સમાચારથી તમામ સાથી વૈજ્ઞાનિકો પણ દુ:ખી થયા હતા. પરંતુ તેણે પોતાને આ પડકારજનક વાતાવરણમાં પણ પોતાનું કામ જાળવું રાખ્યું અને ઈસરોની જવાબદારી સંભાળી. લૉન્ચિંગ કર્યા બાદ તેના પેટનું સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. પછી તે શોધી કાઢવામાં આવ્યું. પરંતુ તે વધુ તપાસ અને સારવાર માટે ચેન્નઈ ગયાં હતા જ્યાં પેટના કેન્સરનું નિદાન થયું હતું. થોડા દિવસોમાં કેન્સરની પણ પુષ્ટિ થઈ હતી. આ પછી સોમનાથની સર્જરી કરવામાં આવી હતી અને હાલમાં કેમોપેથરી ચાલું જ છે.
ISRO chief Somnath was diagnosed with cancer on the day of Aditya L1’s launch https://t.co/CjFKZexeV9
— Akshita Nandagopal (@Akshita_N) March 4, 2024
સારવાર બાદ સાજા થઈ ગયાં
સોમનાથે જણાવ્યું હતું કે, આખો પરિવાર આઘાતમાં છે. પરંતુ હવે એવું કંઈ નથી. સારવાર થઈ અને તેઓ સાજા થઈ ગયાં છે પરંતુ આ સમય દરમિયાન તેમના પરિવાર અને સાથીઓએ તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો. સોમનાથે કહ્યું કે તે જાણે છે કે તેની સારવારમાં લાંબો સમય લાગશે. આ એક લાંબી પ્રક્રિયા છે. પણ હું આ યુદ્ધ લડીશ. ઘણી રિકવરી થઈ છે. હું ફક્ત ચાર દિવસ જ હોસ્પિટલમાં હતો. પછી તેણે પોતાનું કામ પૂરું કર્યું. મેં ઇસરોમાં પાંચમા દિવસથી જ કોઈ પણ જાતની પીડા વિના કામ કરવાનું શરૂ કર્યું.
ઈસરોના બધા મિશન પૂરા કરીને જ મરીશ
સોમનાથે જણાવ્યું હતું કે હું સતત મેડિકલ ચેકઅપ અને સ્કેન કરાવું છું. પરંતુ હવે હું સંપૂર્ણપણે સાજો થઈ ગયો છું. તમારા કાર્ય અને ઇસરોના મિશન અને પ્રક્ષેપણ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. ઇસરોના ભાવિ તમામ મિશન પૂર્ણ કર્યા પછી મને ચેન પડશે.