મોરેશિયસમાં મહાશિવરાત્રીની ઉજવણી દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં છ લોકોના મોત થયા હતા. સોમવારે શોક વ્યક્ત કરતા વિદેશ મંત્રી એસ જયશંકરે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એક અહેવાલ અનુસાર, ટાપુ રાષ્ટ્રમાં રવિવારે આગ લાગવાની ઘટનામાં છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા.
મોરેશિયસના લોકો પ્રત્યે અમારી સંવેદના : એસ જયશંકર
જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે, મોરેશિયસમાં મહાશિવરાત્રિની ઉજવણી દરમિયાન બનેલી દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના વિશે સાંભળીને તેઓ દુઃખી થયા છે. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો અને મોરેશિયસના લોકો પ્રત્યે અમારી સંવેદના. અહેવાલોમાં જણાવાયું છે કે શ્રદ્ધાળુઓ ગ્રાન્ડ બેસિન લેક સુધી પગપાળા મુસાફરી કરી રહ્યા હતા, જેને મોરેશિયસના હિન્દુ સમુદાય દ્વારા પવિત્ર માનવામાં આવે છે.
Saddened to hear about the unfortunate tragedy that occurred during the Mahashivratri celebrations in Mauritius.
Our condolences to the bereaved families and the people of Mauritius at this difficult time.
— Dr. S. Jaishankar (Modi Ka Parivar) (@DrSJaishankar) March 4, 2024
8મી માર્ચે છે મહાશિવરાત્રી
તમને જણાવી દઈએ કે, પૂર્વ આફ્રિકન ટાપુ રાષ્ટ્રના હિંદુ સમુદાય દ્વારા પવિત્ર ગણાતા શિવરાત્રી તહેવાર પહેલા તીર્થયાત્રીઓ પગપાળા ગ્રાન્ડ બેસિન તળાવની યાત્રા કરી રહ્યા હતા. કેલેન્ડર મુજબ મહાશિવરાત્રી ફાગણ મહિનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચે છે.
વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત બની રહી છે
અન્ય પોસ્ટમાં મંત્રીએ કહ્યું કે, સોમવારે સવારે ફ્રાન્સના મહાસચિવ (યુરોપ અને વિદેશ મંત્રાલય) એન-મેરી ડેસ્કોટ્સનું સ્વાગત કરીને આનંદ થયો. અમારી વ્યૂહાત્મક ભાગીદારી સતત મજબૂત થઈ રહી છે. એવું માનવામાં આવે છે કે, ફોરેન ઓફિસ કન્સલ્ટેશન્સ સ્ટ્રેટેજિક સ્પેસ ડાયલોગ તેની ગતિને વધુ વધારશે.