યુપી પોલીસ ભરતી પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તેના અંતર્ગત યુપી સરકારે તાજેતરમાં કડક નિર્ણય લીધો છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે. રાજીવ કૃષ્ણાને પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં 60,000 થી વધુ કોન્સ્ટેબલ ભરતીની જગ્યાઓ માટે 48 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. પેપર લીક થયા બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી.
રેણુકા મિશ્રાને વેઈટલિસ્ટ કરવામાં આવી છે એટલે કે, ક્યાંય પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. રાજીવ ક્રિષ્નાને ડાયરેક્ટર વિજિલન્સ એસ્ટાબ્લિશમેન્ટની સાથે ડીજી રિક્રુટમેન્ટ બોર્ડનો હવાલો પણ આપવામાં આવ્યો છે.
તેની સાથે જ આગામી 6 માસની અંદર પરીક્ષા ફરી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. રાજ્ય સરકારે એમ પણ કહ્યું હતું કે પરીક્ષાઓની શુદ્ધતા સાતે કોઈ સમજૂતી કરી શકાય નહીં. દોષિતોની વિરુદ્ધ કડક કઠોરત્તમ કાર્યવાહી કરવામાં આવશે.
પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં અનેકની ધરપકડ
પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પેપર લીક કેસમાં, SOG સર્વેલન્સ સેલ, STF યુનિટ ગોરખપુર અને ઇટાવા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
તેમની પાસેથી ઉમેદવારોની માર્કશીટ, એડમિટ કાર્ડ, બ્લેન્ક ચેક, મોબાઈલ ફોન અને લેપટોપ મળી આવ્યા હતા. આ પહેલા પેપર લીકના આરોપી નીરજ યાદવની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. તે બલિયાનો રહેવાસી છે અને અગાઉ મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. જોકે બાદમાં તેણે નોકરી છોડી દીધી હતી. મથુરાના એક વ્યક્તિએ તેમને આન્સર કી મોકલી હતી. એસટીએફ આ મામલે તપાસ કરી રહી છે.
પેપર લીક પર CM યોગીએ શું કહ્યું?
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, તેઓ ઉમેદવારોના જીવન સાથે ખિલવાડ થવા દેશે નહીં. અમે પહેલા દિવસથી જ સંકલ્પ લીધો હતો કે, જો નિમણૂક પ્રક્રિયા પ્રામાણિકપણે આગળ નહીં વધે તો તે યુવાનો સાથે ખોટુ થશે. જો યુવાનો સાથે અન્યાય થાય છે તો તે રાષ્ટ્રીય પાપ છે. અમે પહેલા દિવસથી જ નક્કી કર્યું છે કે અમે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીશું અને યુવાનોના જીવન અને ભવિષ્ય સાથે રમત કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરીશું.
સરકારે શરુઆતમાં જે કાર્યવાહી કરી હતી ફરી એકવાર હવે આવા લોકો વિરુદ્વ કાર્યવાહી કરવા જઇ રહી છે. કારણ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તે તત્વો પણ આપણી જેમ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.