ઉત્તરપ્રદેશ સરકારમાં પહેલું મંત્રીમંડળનું વિસ્તરણ મંગળવારે થઈ ગયું. લાંબા સમયથી તેની રાહ જોવાઈ રહી હતી અને હવે આ સસ્પેન્સ ખતમ થઈ ગયું. સુભાસપાના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભર, ભાજપ ધારાસભ્ય દારાસિંહ ચૌહાણે શપથ લઈ લીધા છે.
રાજભવન લખનઉંમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં આ કાર્યક્રમ થયો. સુભાસપા પ્રમુખ ઓમપ્રકાશ રાજભરને યોગી કેબિનેટમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી. ઓપી રાજભર પર સરકારે ભરોસો વ્યક્ત કર્યો છે.
આ સાથે જ દારા સિંહ ચૌહાણે પણ કેબિનેટમાં જગ્યા અપાઈ. મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં દારા સિંહ ચૌહાણે શપથ લીધા. યોગી કેબિનેટમાં તેઓ મંત્રી બન્યા છે. દારા સિંહ ચૌહાણનું ભાજપથી સપામાં જવું અને પછી ઘર વાપસી ચર્ચામાં રહી હતી. દારા સિંહ ચૌહાણને ઘોસી બેઠકથી પેટાચૂંટણી લડી હતી. તેઓ ભાજપથી વિધાનસભા પરિષદના સભ્ય છે.
#WATCH | Uttar Pradesh Cabinet Expansion | Governor Anandiben Patel and CM Yogi Adityanath congratulate the four new ministers of the state cabinet.
SBSP Chief Om Prakash Rajbhar, BJP leader Dara Singh Chauhan, RLD MLA Anil Kumar and BJP's Sunil Kumar Sharma took oath as… pic.twitter.com/rXziP2yZuF
— ANI (@ANI) March 5, 2024
RLDના પુરકાજી ધારાસભ્ય અનિલ કુમાર મંત્રી બન્યા
RLDના પુરકાજી ધારાસભ્ય અનિલ કુમાર યોગી સરકારમાં મંત્રી બની ગયા છે. તેમણે આજે રાજભવનમાં આયોજિત સમારોહમાં પદ અને ગોપનિયતાના શપથ લીધા. હાલમાં જ RLDએ NDA સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. અનિલ કુમાર પોતાની પાર્ટી અને ભાજપની વચ્ચે ગઠબંધન કરાર હેઠળ યોગી કેબિનેટમાં મંત્રી બન્યા છે.
સુનીલ કુમાર શર્મા બન્યા મંત્રી
સુનીલ શર્માએ યોગી કેબિનેટમાં મંત્રી પદના શપથ લીધા છે. તેમણે રાજભવનમાં આયોજિત કાર્યક્રમમાં પદ અને ગોપનિયતાના શપથ લીધા. શર્માએ 2017 અને 2022ના યુપી ચૂંટણીમાં ગાઝિયાબાદના સાહિબાબાદ બેઠક રેકોર્ડ મતથી જીતી હતી.