ચંદ્રયાન-3ના મિશનને આગળ વધારવા માટે ઈસરોએ ચંદ્રયાન-4 મિશન પર કામ શરૂ કરી દીધું છે. ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા દ્વારા આ મિશન વિશે એક લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ચંદ્રયાન-4 કેવી રીતે કામ કરશે તે જણાવવામાં આવ્યું છે. એવું પણ કહેવાય છે કે ચંદ્રયાન-3માં માત્ર 3 મોડ્યુલ હતા, જ્યારે ચંદ્રયાન-4માં પાંચ મોડ્યુલ હશે. જેનો ઉપયોગ સોફ્ટ લેન્ડિંગથી લઈને સેમ્પલ કલેક્શન અને સેફ રિટર્ન સુધી એક પછી એક કામ કરવામાં આવશે. તાજેતરમાં ઈસરો ચીફ એસ સોમનાથે પણ મિશન વિશે જાણકારી શેર કરી હતી.
ભારતના બહુપ્રતીક્ષિત સ્પેશ મિશન ગગનયાન પછી ચંદ્રયાન-4 લોન્ચ કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ભારતને આ મિશન પૂર્ણ કરવામાં ચાર વર્ષનો સમય લાગી શકે છે, પરંતુ ઈસરો જે ઝડપ સાથે કામ કરી રહ્યું છે, તે નિર્ધારિત સમય કરતા પહેલા પૂર્ણ થઈ શકે છે. હવે ઈસરોએ સોશિયલ મીડિયા પોસ્ટ પર ચંદ્રયાન-4 મિશન વિશે લેટેસ્ટ જાણકારી આપી છે આમાં, મોડ્યુલ, તેમના એન્જિન અને તેમની વિશેષતાઓ સમજાવવામાં આવી છે.
This is what we know so far about #ISRO's Moon sample return mission Chandrayaan-4:
The mission will involve a PSLV & a LVM3 launch & consist of 5 modules – Ascender, Descender, Propulsion, Transfer & Re-entry module.
Here's a graphic showcasing each module & their functions 👇 pic.twitter.com/ZCRduWoqY0
— ISRO Spaceflight (@ISROSpaceflight) March 5, 2024
આ હશે લોન્ચિગથી રિટર્ન સુધીની પ્રક્રિયા
ચંદ્રયાન-4 નું મિશન જાપાનના JAXA સાથે ઈસરોનું સંયુક્ત મિશન છે, તેથી તેને જાપાનના H3 રોકેટથી લોન્ચ કરી શકાય છે. તે પોતાની સાથે પાંચ મોડ્યુલ લઈને જશે. તેમાં એસેન્ડર મોડ્યુલ, ડીસેન્ડર મોડ્યુલ, પ્રોપલ્શન મોડ્યુલ, ટ્રાન્સફર મોડ્યુલ અને રીએન્ટ્રી મોડ્યુલ હશે. દરેક મોડ્યુલનું અલગ કાર્ય હશે. સૌથી મહત્વની વાત એ છે કે આ મિશન બે તબક્કામાં લોન્ચ કરવામાં આવશે. પહેલા તેને પૃથ્વી પરથી લોન્ચ કરવામાં આવશે, જે ચંદ્ર પર લેન્ડિંગ થશે અને ત્યાં રોક સેમ્પલ એકત્રિત કરશે અને ત્યાર બાદ તેને ચંદ્રની સપાટી પરથી ફરીથી લોન્ચ કરવામાં આવશે જે પૃથ્વી પર ફરી પ્રવેશ કરશે. પહેલી વખત લોન્ચિંગ સમયે ચંદ્રયાન-4નું કુલ વજન 5200 કિલોગ્રામ હશે, જ્યારે તેને ચંદ્ર પરથી પૃથ્વી તરફ લોન્ચ કરવામાં આવશે ત્યારે તેનું વજન 1527 કિલો રાખવામાં આવશે, જેથી તે સરળતાથી પૃથ્વીની ભ્રમણકક્ષા પ્રવેશ કરી શકે.
કયું મોડ્યુલ શું કામ કરશે?
પ્રોપલ્શન મોડ્યુલ: રોકેટથી અલગ થયા પછી પૃથ્વીની ભ્રમણકક્ષાથી લઈને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવા સુધીની દરેક બાબતો માટે જવાબદાર પ્રોપલ્શન મોડ્યુલ રહેશે. ચંદ્રયાન-3 દરમિયાન પણ આ મોડ્યુલે આ જ જવાબદારી નિભાવી હતી.
ડીસેન્ડર મોડ્યુલ: પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયા પછી બધા મોડ્યુલોને ચંદ્રની સપાટી પર લઈ જવા માટે જવાબદાર આ મોડ્યુલ રહેશે.
એસેન્ડર મોડ્યુલ: નમૂનાઓ એકત્ર કર્યા પછી તે ચંદ્રની સપાટી પરથી ઉડાન ભરશે અને ટ્રાન્સફર મોડ્યુલ સાથે પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચશે.
ટ્રાન્સફર મોડ્યુલ: ચંદ્ર પરથી એકત્ર કરાયેલા સેમ્પલને પૃથ્વી પર પાછા લઈ જવા માટે જવાબદાર આ મોડ્યુલ રહેશે.
રી-એન્ટ્રી મોડ્યુલ: ચંદ્ર પરથી લેવામાં આવેલા સેમ્પલ લઈને પૃથ્વી પર સુરક્ષિત રીતે ઉતારવા માટે જવાબદાર રી-એન્ટ્રી મોડ્યુલ રહેશે.
ચંદ્રયાન-3માં હતા ત્રણ મોડ્યુલ
ભારતના તાજેતરના સફળ ચંદ્ર મિશન ચંદ્રયાન-3માં ત્રણ મોડ્યુલ હતા, આ પ્રોપલ્શન મોડ્યુલ, લેન્ડર મોડ્યુલ અને રોવર મોડ્યુલ હતા. લેન્ડરને ચંદ્રની ભ્રમણકક્ષામાં લઈ જવાની ભૂમિકા પ્રોપલ્શન મોડ્યુલે ભજવી હતી. લેન્ડર મોડ્યુલે સોફ્ટ લેન્ડિંગ કર્યું અને રોવરે ચંદ્ર પરથી માહિતી એકઠી કરી.