ભાવનગર મહાનગરપાલિકા દ્વારા OTIS સ્કીમ બાહર પાડવામાં આવી છે , જેને કારણે કરદાતાઓ ને લાભ મળશે , આ સ્કીમ અંતર્ગત જૂના ઘરવેરા ની રકમ ના પાંચ હપ્તા કરી આપવામાં આવશે અને તેના ઉપર ચડતું વ્યાજ બંધ થઈ જશે ઉપરાંત નવા વર્ષ ના ઘરવેરા ઉપર રીબેટ સ્કીમ નો લાભ પણ લઈ શકશે ગ્રાહક .
મ્યુનિસિપલ કમિશ્નર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યુ કે ઘરવેરા લેણાની રકમ ૨૦૦ કરોડ જેવી છે અને આશા છે કે આ સ્કીમ નો લાભ લઈ ને લાભાર્થી લાભ લેશે જેને કારણે કોર્પોરેશન ને પણ આવક વધશે અને કરદાતા એક સાથે મોટી રકમ ભરવાપાત્ર નહી બને .
પાંચ હપ્તા ની સ્કીમમાં વ્યાજ ચડતું બંધ થઈ જશે .
૧લી માર્ચ થી ૩૧થી માર્ચ સુધી આ સ્કીમ ચાલુ રહેશે અને મહતમ લોકો આ સ્કીમ નો લાભ લે તેવો અનુરોધ કરેલ છે.
રિપોર્ટ: સિદ્ધાર્થ ગોઘારી(ભાવનગર)