વિશ્વમાં ભૂકંપના કિસ્સા વધી રહ્યા છે. દરરોજ ક્યાંકને ક્યાંક ભૂકંપના કિસ્સા સામે આવે છે અને તે પણ એક દિવસમાં એકથી વધુ. આજે આવેલા ભૂકંપમાં મૈક્વેરી આઈલેન્ડ પર આવેલો ભૂકંપ પણ સામેલ છે જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 રહી. ભારતીય સમયાનુસાર આ ભૂકંપ અડધી રાત બાદ 1.22 મિનિટ પર આવ્યો. રાજકીય રીતે મૈક્વેરી આઈલેન્ડને ઓસ્ટ્રેલિયાનો ભાગ માનવામાં આવે છે.
મૈક્વેરી આઈલેન્ડ પર આજે આવેલા ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી. મૈક્વેરી આઈલેન્ડ પર ના બરાબર લોકો રહે છે. આજે આવેલા આ ભૂકંપના કારણે કોઈ પણ નુકસાન થયુ નથી.
M 6.1 – Macquarie Island region https://t.co/skUnJB4JgW
— RF@WAVE (@RF_WAVE) March 6, 2024
ભૂકંપના કિસ્સામાં વધારો છે ચિંતાની વાત
વિશ્વભરમાં ભૂકંપના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં છેલ્લા એક વર્ષમાં કોઈને કોઈ સ્થળે ભૂકંપના સમાચાર જોવા મળે છે. અમુક ભૂકંપોથી કોઈ પ્રકારનું નુકસાન થતુ નથી પરંતુ છેલ્લા અમુક મહિનાઓમાં અમુક એવા પણ ભૂકંપ જોવા મળે છે જેનાથી ભારે તબાહી મચી છે. ગયા વર્ષે તુર્કી, સીરિયા, મોરક્કો, અફઘાનિસ્તાન, નેપાળ અને ચીનમાં આવેલા ભૂકંપે પણ તબાહી મચાવી હતી. આ વર્ષે 1 જાન્યુઆરીએ જાપાનમાં આવેલા ભૂકંપે તબાહી મચાવી. જોકે તમામ ભૂકંપ તબાહી મચાવતા નથી પરંતુ ભૂકંપના કિસ્સામાં વધારો ચિંતાની વાત છે.