વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે. તે અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યા હતા. આજે ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમા ઉપસ્થિત રહેશે.
આ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ,શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા પણ હાજર રહ્યા છે.
25 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત
વડાપ્રધાન મોદી અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં પહોંચ્યા હતા. ગુજરાત અને દેશભરના શિક્ષકો અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. 25 હજારથી વધુ શિક્ષકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
ગઈકાલે મુખ્યમંત્રીએ મહાત્મા મંદિર ખાતે અમૃત આવાસ ઉત્સવ અને વિવિધ વિકાસ કામોના કાર્યક્રમની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ તથા બેઠક વ્યવસ્થા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થાઓ તેમજ સ્ટેજ વગેરેનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.