મહિલા દિવસ પ્રસંગે પ્રેરક ચિંતન સંદેશો આપતાં કથાકાર વક્તા વૈશાલીબાળા એ જણાવ્યું છે કે, નારીનું કોઈ એક સ્વરૂપ નથી, એ તો સર્વ રૂપેણ રહેલ છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચ પ્રસંગે રંઘોળાનાં કથાકાર વક્તા વૈશાલીબાળાએ પ્રેરક ચિંતન સંદેશો આપતાં શાસ્ત્ર સાથે સામાજિક ભૂમિકામાં નારીનું મહાત્મ્ય જણાવ્યું છે.
મહિલાના મહાત્મ્ય માટે એક દિવસ મનાવીએ તે ઠીક છે, પરંતુ તે તો કાયમી સન્માનનીય છે. નારીનાં ચાર સ્વરૂપો એટલે સ્ત્રી, માં, પત્ની અને દીકરી વડે જ સમાજ જોડાયેલો ટકી રહેલો છે. નારીનું કોઈ એક સ્વરૂપ નથી, એ તો સર્વ રૂપેણ રહેલ છે. માતા કૈકેયી, વિદુષી ગાર્ગી, માતા અનસૂયા તેમજ સતી સાવિત્રી સહિત અનેક નારી પાત્રો નોંધનીય છે. સ્ત્રીઓની ભૂમિકા અજોડ અને અખૂટ છે.
રિપોર્ટર-મૂકેશ પંડિત(ભાવનગર)