Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઋજુતા નવયુવાનો માટે રોલમોડલ

મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઋજુતા નવયુવાનો માટે રોલમોડલ

દેશભરના મોટા ઇવેન્ટ્સમાં ગ્રાફિક ડિઝાઈન માટે જાણીતી બનેલી ઋજુતા ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર

મુંબઈમાં ઇન્ડિયન આઇકોન એવોર્ડ 2024 ઇવેન્ટમાં ઋજૂતાની ડિઝાઇન હોટ ફેવરિટ બની

બોલીવુડની હસ્તીઓમાં પોતાને પ્રસ્થાપિત કરતી ઋજુતાએ અત્યાર સુધી 3000 થી વધુ ગ્રાફિક ડિઝાઈન તૈયાર કરી

“આઇકોનિક ગોલ્ડ એવોર્ડ” અને “ઇન્ડિયાઝ ટોપ મોડેલ” ઇવેન્ટથી લોકપ્રિય બની ઋજુતા

Zee Music કંપનીનું આલ્બમ સોન્ગ “બલમવા” ની પબ્લિસિટી ડિઝાઈન ઋજુતાએ તૈયાર કરી

*“આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ”

ગ્રાફિક્સ ક્ષેત્રે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર નર્મદા જિલ્લાની સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર ઋજુતા જગતાપ દેશભરના મોટા ઇવેન્ટમાં પોતાના ગ્રાફિક ડિઝાઇનીંગ માટે લોકપ્રિય બની રહી છે. નર્મદાની ઋજુતા નામાંકિત કંપનીઓની ઈવેન્ટ્સ, મ્યુઝિક આલ્બમ તેમજ ટીવી-બોલિવૂડની જાણીતી હસ્તીઓ માટે ગ્રાફિક ડિઝાઇનીંગ કરીને લાઈમ લાઈટમાં આવી રહી છે.

નર્મદા જિલ્લાની ઋજુતા સુંદર કલ્પનો, આકર્ષક ફ્રેમીંગ, નવરંગી કૉન્સેપ્ટસ, તલસ્પર્શી સૂઝબૂઝ સાથે સતત સંઘર્ષ કરીને આજે સફળતાના શિખરો સર કરીને ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઈનર તરીકે ખૂબ લોકપ્રિય બની છે. અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઇન તૈયાર કરનાર ઋજુતા વેડિંગ્સ, પ્રોડક્ટ, જવેલરી, લોગો અને પોસ્ટર ડિઝાઇનો તૈયાર કરી છે.

વર્ષ 2023 માં બોમ્બે ખાતે યોજાયેલી “આઇકોનિક ગોલ્ડ એવોર્ડ 2023 ઇવેન્ટમાં ઋજુતાની ડિઝાઈન ચર્ચાનો વિષય બની હતી. જ્યાં અનુપમ ખેર, કરણ કુંદરા, વિનીત કપૂર, હિના ખાન, દિયા મિર્ઝા જેવા મોટા કલાકાર-સેલિબ્રિટીઝ આવ્યા હતાં. ઉપરાંત, ચાલુ વર્ષે ઇન્ડિયન આઇકોન એવોર્ડ 2024 ઇવેન્ટની પુરી ડિઝાઇન રૂજૂતાએ તૈયાર કરીને ખુબ લોકપ્રિય થઇ છે. જેમાં કાર્તિક આર્યન, સાનિયા મલહોત્રા, હિના ખાન, કિયારા અડવાણી, મનોજ બાજપાઈ, તેમજ ટીવી સેલિબ્રિટી સામેલ રહ્યાં હતા. વધુમાં વારાણસી ખાતે યોજાયેલી “સન બર્ન” મ્યુઝિક ફેસ્ટિવલની ડિઝાઇન પણ ઋજુતાએ તૈયાર કરી હતી.

આજે દેશભરના મોટા ઇવેન્ટની ડિઝાઇનો તૈયાર કરી ખૂબ ટૂંકા ગાળામાં ગુજરાતની પ્રથમ સફળ યુવા ગ્રાફિક ડિઝાઇનર બની ગઈ છે. ઋજૂતા જગતાપે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, મેં અત્યાર સુધી 3000 થી વધુ ગ્રાફિક ડિઝાઈનો તૈયાર કર્યા છે. વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંકશન “કાશી યોદ્ધા ગૌરવ સન્માન” અને “ઇન્ડિયાઝ ટોપ મોડેલ “ની ઇવેન્ટની ત્રણેય સીઝનમાં ઇવેન્ટની ડિઝાઇન મેં તૈયાર કરી હતી. હવે નામાંકિત કંપનીઓ, ઓર્ગેનાઈઝર્સ પણ પોતાની ઇવેન્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે મને પસંદ કરી રહ્યા છે.

તાજેતરમાં લોન્ચ કરાયેલા “બલમવા” મ્યુઝિક આલ્બમની પબ્લિસિટી ડિઝાઇનર તરીકે ઋજૂતા જગતાપનું નામ ZEE Music કંપનીના યૂટ્યૂબ પર મુકાયું છે જે નર્મદા જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. રૂજૂતાએ વધુમાં જણાવ્યું કે, ગ્રાફિક ડિઝાઇનર એક મોડર્ન આર્ટ છે, પોતાની કલા અને ટેક્નિક્સથી કલરફૂલ દુનિયાને અદ્ભૂત બનાવવામાં સફળતા મેળવી શકાય છે, માત્ર સતત અને સક્રીય મહેનત જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઋજુતાના પિતા દીપક જગતાપ જાણીતા સાહિત્યકાર, વરિષ્ઠ પત્રકાર, વિજ્ઞાન લેખક અને અનેક એવોર્ડ વિજેતા છે. માતા શ્રીમતી જ્યોતી જગતાપ પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી ઉપરાંત વોઇસ ઓફ નર્મદાના તંત્રી, જનકલ્યાણ સેવા ટ્રસ્ટ ના ચેરપર્સન અને મહિલા સુરક્ષા સમિતિના સદસ્ય છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા આ પ્રતિષ્ઠિત પરિવારની દીકરી ઋજુતાએ પોતાના પંખ પ્રસરાવીને આકાશને આંબવા માટે એક ઉંચી ઉડાન ભરી છે. ઋજુતા નર્મદા જિલ્લા સહિત ગુજરાતના નવયુવાનો અને મહિલાઓ માટે રોલ મોડલ બની છે કહેવું ખોટું નથી.

ઋજુતા અંગ્રેજી મીડીયમમાં B. E (E. C )સ્નાતક થઈને ગ્રાફિક ડિઝાઇનિંગનો ડિપ્લોમા કરીને ગ્રાફિક્સમાં કેરિયર બનાવવાની શરૂઆત કરી. શરૂઆતી સંઘર્ષ બાદ ઋજુતાએ ગ્રાફિક ડિઝાઈનને પુરેપુરો સમય આપવાનું શરૂ કર્યું, મોડી રાત સુધી સતત કામ કરતી ઋજૂતાની નિત-નવી સ્ટાઈલિસ્ટ ડિઝાઈનો કંપનીઓને પસંદ આવવા લાગી. મોટી કંપનીઓના ઇવેન્ટની ડિઝાઇનનું કામ મળવાનું શરૂ થયું. ગુજરાતની સફળ યુવા અને સૌથી બીઝી ડિઝાઇનરે ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઋજુતાએ “સીટી શોર”ની કેલેન્ડર માટે મોડેલિંગ પણ કર્યું હતું અને 2013 ની “મિસ પ્રિન્સેસ” પણ રહી ચૂકી છે.

આ અંગે ઋજુતાએઆ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવા પેઢીને અને ખાસ કરીને યુવતીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યુવામહિલાઓ માટે ગ્રાફિક ડિઝાઇનિંગમાં ખૂબ મોટી કારકિર્દી બનાવી શકાય તેમ છે. એમાં ખૂબ લગન, મહેનત અને સારુ કામ કરવાની તમન્ના હોય તો ચોક્કસ આ ક્ષેત્રમાં યુવક યુવતીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે.

 

 

 

 

રીપોર્ટર-શૈશવ રાવ નર્મદા 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.