પોરબંદરના રાજીવ નગરમાં બે હિંમતવાન બાળકોએ પોતાના અપહરણનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. પોલીસે અપહરણનો પ્રયાસ કરનારની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના રાજીવ નગર વિસ્તારમાં રહેતા કેવિન રૂપેશભાઈ પાલા અને તીર્થ કેતનભાઈ લોઢીયા નામના બે બાળકો પરમ દિવસે રાત્રીના પોણા નવેક વાગ્યે તેના ઘર નજીક ચાલી રહેલી શાખામાંથી ઘરે) પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામા આવેલ શેરીમાં એક શખશ મોઢા પર માસ્ક બાંધી અને તેની પાસે આવ્યો હતો અને પ્રથમ તેને બિસ્કીટ આપ્યું હતું આથી બાળકોએ બિસ્કીટ ખાવાની ના પાડતા આ શખ્સે તેને ફૂટી આપ્યું હતું તે પણ બાળકોએ પીવાનો ઈન્કાર કરતા આ શખશે એક બાળકનું ગળું પકડી તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો.
આથી PORE બન્ને બાળકોએ તે શખ્સને મુક્કા મારી અને થપ્પડ મારી પોતાનો બચાવ કર્યો હતો. આથી તે શખ્શ દુર ઉભેલા એક શખ્સ સાથે સ્કુટર પર બેસી નાસી ગયો હતો. બન્ને બાળકોએ તે સમયે આ અંગે ઘરે કોઈ ને જાણ કરી ન હતી અને ગઈકાલે જાણ કરતા વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તુરંત આ અંગે સ્થાનિક અગ્રણી અરભમભાઈને જાણ કરતા તેમણે તુરંત પોલીસને પણ જાણ કરી હતી.
બન્ને બાળકોએ એવું પણ જણાવ્યું હતું કે અપહરણનો પ્રયાસ કરનાર શખ્શ હિન્દી બોલતો હતો અને તેના પગ માં ચપ્પલ પહેર્યા ન હતા. પરંતુ પગની આંગળીઓમાં વીંટી પહેરી હતી અને તેની પાસે એક ઈન્જેક્શન પણ હોવાનું જણાવ્યું હતું. પોશ વિસ્તારમાં બાળકના અપહરણના પ્રયાસ ની ઘટના બનતા ચકચાર મચી છે. નજીકમાં આવેલ પ્રોવિઝન સ્ટોરના સીસીટીવી કેમેરા માં તે શખ્સ નાસતો હોય તેવું કેદ થયું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.