ભારત સરકારના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરવાનો નિર્ણય લીધો છે. આ પ્લેટફોર્મ અશ્લીલ કન્ટેન્ટ આપી રહ્યા હતા, જેના સંદર્ભમાં મંત્રાલયે ઘણી વખત ચેતવણી આપી હતી.
હવે આ પ્લેટફોર્મ ભારતમાં બંધ થઈ જશે. આ સિવાય OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા હેન્ડલને બ્લોક કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
8 OTT પ્લેટફોર્મને કર્યા બ્લોક
X પ્લેટફોર્મ પરની પોસ્ટ અનુસાર, સૂચના અને પ્રસારણ મંત્રાલયે 18 OTT પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે. આ પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને લઈને ઘણી ચેતવણીઓ જાહેર કરવામાં આવી છે. આ સિવાય દેશભરમાં OTT પ્લેટફોર્મની 19 વેબસાઇટ્સ, 10 એપ્સ અને 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Ministry of I&B blocks 18 OTT platforms for obscene and vulgar content after multiple warnings; 19 websites, 10 apps, 57 social media handles of OTT platforms blocked nationwide, says the government. pic.twitter.com/03ojj3YEiF
— ANI (@ANI) March 14, 2024
એપ્લિકેશન્સની યાદી અહીં જુઓ
માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ કાર્યવાહી ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000 હેઠળ કરી છે. અહીં અમે તમને તે OTT પ્લેટફોર્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બ્લોક થઈ ગયા છે. જેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, Tri Flicks, X Prime, Neon X VIP, Besharams, Hunters, Rabbit, Xtramood, Nuefliks, MoodX, Mojflix, Hot Shots VIP, Fugi, Chikooflix અને Prime Play જેવા નામનો સમાવેશ થાય છે.