Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 29°C

અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતમાં 300 મેગાવોટનો વીન્ડ પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ૫ણે કર્યો કાર્યાન્વિત

અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતમાં 300 મેગાવોટનો વીન્ડ પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ૫ણે કર્યો કાર્યાન્વિત

ભારતની સૌથી મોટી અને વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓમાંથી એક અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ AGEL એ ગુજરાતમાં 126 મેગાવોટની પવન ઉર્જા ક્ષમતા કાર્યરત કરવા સાથે 300 મેગાવોટના પવન ઉર્જાના આ પ્રકલ્પને સંપૂર્ણપણે સંપન કર્યો છે. આ પહેલા 174 મેગાવોટ વીજ ઉત્પાદન કાર્યરત કરવામાં આવ્યું હતું.

ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોનું સંચાલન

300 મેગાવોટનના આ વીન્ડ પાવર પ્રોજેક્ટ 1,091 મિલિયન વીજળી યુનિટનું ઉત્પાદન કરશે, જે વાર્ષિક અંદાજે 0.8 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળશે. આ પ્રકલ્પના સંપૂર્ણ કાર્યાન્વયન સાથે અદાણી ગ્રીન એનર્જી લિમોટેડ રિન્યએબલ એનર્જીના બજારમાં તેના અધિપત્યને મજબૂત તાકતવર બનાવ્યું છે, જે 9,604 મેગાવોટના ભારતના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયોનું સંચાલન કરે છે.

એનાલિટિક્સ અને મશીન લર્નિંગ સેટિંગ બેન્ચમાર્કનો લાભ

ક્લાઉડ આધારિત એનર્જી નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર ENOC પ્લેટફોર્મ, દ્વારા તેની કાર્યરત અસ્ક્યામતોની સારસંભાળ રાખવામાં આવે છે, જે રીઅલ-ટાઇમ મોનિટરિંગને સક્ષમ કરવા સાથે ઉદ્યોગ દોરવણીની કામગીરી માટે એનાલિટિક્સ અને મશીન લર્નિંગ સેટિંગ બેન્ચમાર્કનો લાભ ઉઠાવે છે.

વિશ્વમાં ચોથા સ્થાને સૌથી વધુ પવન સ્થાપિત કરવાની ક્ષમતા

ગ્રીડના સંતુલન માટે ભારતના ઉર્જા મિશ્રણ માટે પવન ઉર્જા મહત્વપૂર્ણ છે. પવન ઊર્જાની પૂરક પ્રકૃતિ, સૌર અને અન્ય સ્ત્રોતો સાથે સંકલિત ગ્રીડની સ્થિરતાને મજબૂતી બક્ષે છે. નવા રિન્યુએબલ એનર્જી મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારત વિશ્વમાં ચોથા સ્થાને સૌથી વધુ પવન સ્થાપિત કરવાની ક્ષમતા ધરાવે છે.

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જીએ ભારતની 120 મીટરની ઊંચાઈએ 695.5 અને જમીનની સપાટીથી 150 મીટરની ઊંચાઈએ 1163.9 ગીગાવોટની કુલ પવન શક્તિનો અંદાજ લગાવ્યો છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.