બિહારમાં NDAમાં બેઠક વહેંચણીનો ઉકેલ લાવી દેવાયો છે. બેઠક વહેંચણીને લઈને હવે ગઠબંધનની પાર્ટીઓમાં નારાજગી પણ સામે આવવા લાગી છે. ખાલી હાથ રહેલા પશુપતિ પારસની નારાજગી ચર્ચામાં છે, તો રાષ્ટ્રીય લોક મોર્ચાના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા પણ નારાજ છે. , પશુપતિ પારસ NDAથી અલગ થયા છે. RLJP અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું છે.
#WATCH | RLJP President Pashupati Kumar Paras says, "Yesterday, the NDA alliance announced the list of 40 candidates for Bihar Lok Sabha…Our party had five MPs & I worked with utmost sincerity…Injustice has been done with us & our party. Therefore, I resign from the post of… pic.twitter.com/XAeMoDpjdV
— ANI (@ANI) March 19, 2024
RLJP અધ્યક્ષ પશુપતિ પારસે કેન્દ્રીય મંત્રી પદેથી રાજીનામું આપવાનું એલાન કરી દીધું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજીનામાં અંગે વાત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે.’