Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

જોન અબ્રાહમની ફિલ્મ ‘વેદ’નું એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ

જોન અબ્રાહમની ફિલ્મ ‘વેદ’નું એક્શનથી ભરપૂર ટીઝર રિલીઝ

જોન અબ્રાહમ અને શરવરી વાઘની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘વેદા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં જોન અબ્રાહમ અને શરવરી વાઘની ફૂલ ઓન એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે.

‘વેદ’નું ટીઝર શરવરી વાઘના એક્શન લોડેડ અવતારથી શરૂ થાય છે. જે પોતાના અધિકારો માટે લડતી જોવા મળી રહી છે. આ પછી જ્હોન અબ્રાહમની એન્ટ્રી થાય છે જે કહે છે – મુઝે ઝઘડના નહી આતા બસ જંગ લડની આતી હૈ…

‘વેદ’ના ટીઝરમાં તમન્ના ભાટિયાની ઝલક પણ જોઈ શકાય છે. ફિલ્મમાં તમન્ના અને જ્હોનની કેમેસ્ટ્રી છે.

ઝી સ્ટુડિયો દ્વારા નિર્મિત એક્શન ફિલ્મ ‘વેદા’નું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું છે. ફિલ્મમાં જોન અબ્રાહમ અને શરવરી વાઘ લીડ રોલમાં છે. આ સિવાય અભિષેક બેનર્જી અને તમન્ના ભાટિયા પણ ફિલ્મનો એક ભાગ છે. ફિલ્મ ‘વેદ’ આ વર્ષે 12 જુલાઈ થિયેટરમા રિલીઝ થશે.

વર્ક ફ્ન્ટની વાત કરીએ તો, જોન અબ્રાહમ છેલ્લે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘પઠાણ’માં જોવા મળ્યો હતો, જેમાં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.