Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે 2024ના અંત સુધીમાં થઈ જશે તૈયાર, ગુજરાતના બે મોટા શહેરને પણ થશે ફાયદો

દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે 2024ના અંત સુધીમાં થઈ જશે તૈયાર, ગુજરાતના બે મોટા શહેરને પણ થશે ફાયદો

દેશમાં એક્સપ્રેસ-વે બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ 1350 કિલોમીટરના દેશના સૌથી લાંબા એક્સપ્રેસ-વેનું પણ કામ ચાલી રહ્યું છે, જે 2024ના અંત સુધીમાં પૂરું થઈ જશે. આ એક્સપ્રેસ વે ગુજરાત સહિત દેશના છ રાજ્યોમાંથી પસાર થશે. ગુજરાતમાંથી પસાર થનારા 426 કિ.મી. લાંબા આ એક્સપ્રેસ-વેથી વડોદરા અને સુરત શહેરને પણ ફાયદો થશે. ઓક્ટોબર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ એક્સપ્રેસ-વેના વડોદરા-મુંબઈ ટ્રેન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ

ભારતનો અત્યાર સુધીનો સૌથી બાંબો દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ છે અને તેના પર 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ દેશનો સૌથી લાંબો અને વ્યસ્ત એક્સપ્રેસ-વે હશે. તેની લંબાઈ 1,350 કિમી હશે. જાન્યુઆરી 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ ટ્રેન્ચનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યો છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની વિશેષતા

•દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે પ્રોજેક્ટ છે અને તેની કુલ લંબાઈ 1,350 કિમી છે.આ એક્સપ્રેસ-વે કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરતને જોડશે.

•એક્સપ્રેસ-વે પર 30 લેન ટોલ પ્લાઝા બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે વાહનો પસાર કરતી વખતે રાહ જોવાનો સમય 10 સેકન્ડથી ઓછો રહેશે. આ એક્સપ્રેસ-વે પર મુસાફરોની સુવિધા માટે કાર પાર્કિંગ. જેમાં ફ્યુઅલ પંપ, રેસ્ટોરન્ટ, સર્વિસ એરિયા, ટોયલેટ, બાળકોના પ્લે એરિયાની વ્યવસ્થા હશે.

•આ ભારતનો પહેલો એક્સપ્રેસ-વે હશે જેમાં 2.5 કિ.મી વન્યજીવ ક્રોસિંગ હશે. આ પ્રોજેક્ટને કુલ 52 પેકેજમાં વિભાજિત કરવામાં આવ્યો છે, જેની લંબાઈ 8 કિ.મીથી 46 કિ.મી સુધીની છે.

એક્સપ્રેસ-વેની લંબાઈ

દિલ્હી NCR 12 કિ.મી

હરિયાણા 126 કિ.મી

રાજસ્થાન 373 કિ.મી

મધ્ય પ્રદેશ 244 કિ.મી

ગુજરાત 426 કિ.મી

મહારાષ્ટ્ર 171 કિ.મી

આ એક્સપ્રેસ-વે છ રાજ્યોને જોડશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે છ રાજ્યોમાંથી પસાર થશે. જેમાં દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. એક્સપ્રેસ-વે ગુડગાંવથી શરૂ થશે અને રાજસ્થાનના જયપુર અને સવાઈ માધોપુર, મધ્યપ્રદેશના રતલામ અને ગુજરાતના વડોદરા થઈને મુંબઈ પહોંચશે.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.