ઘોઘાના દરિયામાં એન્કર પોઇન્ટ ઉપર બોડીંગ કરવા માટે જતાં D.V.ERICA ડેડવેસલમાંથી દરિયાની અંદર ઇલેક્ટ્રીક કેબલ વાયર, કોપરનો પાઇપ,મેટલના વાલ્વ,ઇલેક્ટ્રીકનો સામાન અને બેરીંગ્સ મળી કુલ કિં.રૂ.૪૦,૮૦,૦૦૦/- ની ચોરી ની પોલીસ ફરિયાદ થઈ હતી .
લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી આવાં પ્રકારની ચોરીના ગુન્હાઓમાં ભુતકાળમાં પકડાયેલ ચોર ઇસમોની માહિતી મેળવવાની, અગાઉ પકડાયેલ ચોર ઇસમોની ચોરી સમયે હાજરીની ચકાસણી કરવાની, અગાઉ આવાં પ્રકારની ચોરીમાં મળેલ મુદ્દામાલ ખરીદનાર ઇસમોની માહિતી મેળવવી, આ પ્રકારનો ચોરીનો મુદ્દામાલ હાલમાં કોણ-કોણ ખરીદ કરી શકે છે. વિગેરે મુજબનાં મુદ્દાઓની ખાતરી કરી આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા માટેની નેમ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ/કર્મચારીઓ તપાસમાં જોડાય ગયેલ. આ દરમ્યાન ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સ મારફત અગાઉ પણ આ શીપ માલિકના ડેડ વેસલમાં ચોરીમાં પકડાય ગયેલ ઇસમોએ જ આ ચોરીને અંજામ આપેલ હોવાની ફળદાયક હકિકત મળેલ.
જેથી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો દ્વારા અગાઉ ચોરીમાં પકડાયેલ ઇસમોની શોધખોળ ચાલુ કરી તેઓને પકડી લાવી પુછપરછ શરૂ કરેલ. આ ચોરીમાં સંડોવાયેલ વિક્રમ હરજીભાઇ ગોહિલ અને જગદિશ ઉર્ફે ગોપો પ્રવિણભાઇ મેર ની સઘન અને યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરવામાં આવેલ.જેમાં આ બંને માણસો ભાંગી પડેલ અને તેઓએ તેના ટોળકીના સરદાર તથા ટોળકીના સભ્યો સાથે મળીને ઉપરોકત ડેડ વેસલમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરી સાથે-સાથે આ ચોરીમાં મળેલ મુદ્દામાલ દરિયાની વચ્ચે સંતાડી રાખેલ હોવાથી તેઓને સાથે રાખીને આ ગુન્હામાં ગયેલ .