Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 36°C

હવે એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ નહીં થાય, ‘વન વ્હિકલ, વન ફાસ્ટેગ’નો નિયમ અમલમાં

હવે એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ નહીં થાય, ‘વન વ્હિકલ, વન ફાસ્ટેગ’નો નિયમ અમલમાં

ભારતમાં નેશનલ હાઇવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી માટે ફાસ્ટેગને અગાઉથી જ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે. હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)નો ‘વન વેહિકલ, વન ફાસ્ટેગ’ નિયમ સૌમવારથી સમગ્ર દેશમાં અમલમાં આવી ગયો છે. આ સાથે જ ગ્રાહકો એક વાહન માટે અનેક ફાસ્ટેગનો ઉપયોગ કરી શકશે નહીં.

ફાસ્ટેગ ભારતમાં ટોલ કલેકશનની ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા

આ નિયમનો ઉદ્દેશ અનેક વાહનો માટે એક ફાસ્ટેગના ઉપયોગ અથવા એક વાહન માટે અનેક ફાસ્ટેગ રાખનારાઓને હતોત્સાહિત કરવાનો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવે એક વાહન પર એકથી વધારે ફાસ્ટેગ લગાવી શકાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે જે લોકો પાસે એક વાહન માટે એકથી વધારે ફાસ્ટેગ છે તે એક એપ્રિલથી તેનો ઉપયોગ કરી શકશે નહીં. જાહેર ક્ષેત્રના એકમ એનએચએઆઇએ પેટીએમ ફાસ્ટેગનો ઉપયોગ કરનારા વાહન માલિકોની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને ‘વન વેહિકલ, વન ફાસ્ટેગ’ સ્કીમને લાગુ કરવાની ડેડલાઇન 31 માર્ચ સુધી વધારી દીધી હતી. ફાસ્ટેગ ભારતમાં ટોલ કલેકશનની ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા છે અને તેનું સંચાલન એનએચએઆઇ કરે છે. ઇલેકટ્રોનિક ટોલ કલેકશન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર સરળ અવરજવર માટે એનએચએઆઇએ ‘વન વેહિકલ, વન ફાસ્ટેગ’ પહેલ શરૂ કરી છે.

ફાસ્ટેગ લગભગ 98 ટકા વાહનોને આવરી લે છે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પેટીએમની સહયોગી પેટા કંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડ (પીપીબીએલ)ના ગ્રાહકો અને વેપારીઓને 15 માર્ચ સુધી પોતાના ખાતા અન્ય બેંકોમાં લઇ જવાની સલાહ આપી હતી. ફાસ્ટેગ લગભગ 98 ટકા વાહનોને આવરી લે છે અને તેના આઠ કરોડથી વધારે ઉપયોગકર્તા છે. ફાસ્ટેગમાં ડાયરેક્ટ ટોલ માલિક સાથે જોડાયેલા પ્રીપેડ અથવા બચત ખાતામાંથી ટોલની ચુકવણી કરવા માટે રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેકનિકનો ઉપયોગ થાય છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.