Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 34°C

‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે

‘તમારા ઘરનું નામ બદલી નાખું તો મારુ થઈ જાય’ અરુણાચલ પર ચીનના દાવાને ઉડાવ્યો જયશંકરે

ચીન દ્વારા અરુણાચલમાં 30 સ્થળોના નામ બદલ્યાં હોવાનું સામે આવતાં વિદેશ મંત્રી જયશંકર ભડક્યા છે. આજે આ મુદ્દે ગુજરાતના સુરતમાં બોલતાં જયશંકરે ચીનને જવાબ આપતાં કહ્યું કે જો આજે હું તમારા ઘરનું નામ બદલી નાખું તો શું તે મારુ થઈ જશે. અરુણાચલ ભારતનું છે અને હંમેશા રહેશે. નામ બદલવાથી કોઈ ફર્ક નહીં પડે. આપણી સેના ત્યાં (લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ) તહેનાત છે. નામ બદલવાનો ચીનનો હાસ્યાપદ છે અને કાયમ હાસ્યાપદ જ રહેશે.

આજે ચીને શું કર્યું

અરુણાચલ પ્રદેશને પચાવી પાડવાની દાનત રાખી રહેલા ચીને અરુણાચલ પ્રદેશના 30 સ્થળોના નામ બદલીને પોતાને નામે કર્યાં છે. આ નામ પર્વતો, નદીઓ અને સ્થળોને આપવામાં આવ્યા છે. ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે જાંગનાનમાં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી છે. ચીન અરુણાચલ પ્રદેશને ‘જાંગનાન’ કહે છે અને રાજ્યને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર આ વિસ્તાર માટે 30 વધારાના નામ પોસ્ટ કરવામાં આવ્યા હતા. ચીને અરુણાચલ પ્રદેશમાં જે 30 સ્થળોના નામ બદલ્યાં છે તેમાં 11 રહેણાંક વિસ્તારો, 12 ટેકરીઓ, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને એક ખાલી જમીન છે.

અમેરિકાએ અરુણાચલને ભારતનો ભાગ ગણાવ્યો

અમેરિકાએ અરુણાચલને ભારતને ભાગ ગણાવતાં ચીને ઉકળી ઉઠ્યું હતું અને તેણે અમેરિકાને પણ નિશાન પર લીધું હતું

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.