ધાર્મિક, જાતીય, વંશીય, સાંસ્કૃતિક લઘુમતી સામેની ઘૃણાનો સામનો કરવા સાથે કામ કરવાની અપીલ
અમેરિકાનાં હિંદુઓ વિરુદ્ધના વધતા હેટ ક્રાઈમ અને હિંદુ મંદિરોમાં તોડફોડની ઘટનાઓમાં છેલ્લા થોડા સમયથી વધારો થયો છે. આ બાબતે પાંચ ભારતવંશી અમેરિકન સાંસદોએ અમેરિકન ન્યાય વિભાગ અને એફબીઆઇ પાસે ચાલુ વર્ષના સંબંધિત કેસોની માહિતી માગી છે.
રાજા કૃષ્ણમૂર્તિ, રો ખન્ના, શ્રી થાનૈદાર, પ્રમિલા જયપાલ અને અમી બેરાએ ન્યાય વિભાગના સિવિલ વિભાગના ક્રિસ્ટન ક્લાર્કને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ન્યૂ યોર્કથી લઈને કેલિફોર્નિયા સુધીમાંનાં હિંદુ મંદિરો પર થયેલા હુમલાના કારણે હિંદુ અમેરિકન સમુદાય ચિંતિત છે તેમ કહ્યું છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્ય છે કે આ હુમલાના આરોપીઓ વિશે કશી માહિતી નથી, તે કારણે પણ સમાજના લોકો ડરેલા છે. પત્રમાં કહ્યું છે કે
અમેરિકામાં ધાર્મિક, જાતીય, વંશીય અને સાંસ્કૃતિક અલ્પસંખ્યકોની સામે નફરતનો સામનો કરવા માટે આપણે સાથે કામ કરવું પડશે. અમે તમને વિનંતી કરીએ છીએ કેં અમને એ જણાવવામાં આવે કે હેટ ક્રાઈમ અટકાવવા સંબંધમાં વિભાગની રણનીતિ શી છે. સાથે એમ પણ કહ્યું કે, તમે અમને ૧૮ એપ્રિલ પહેલાં હિંદુઓ સામે થયેલા હેટ કાઈ મ અને મંદિરોમાં થયેલી તોડફોડ સંબંધિત ડેટાની માહિતી આપો.
અમેરિકામાં હિંદુ મંદિરો પર હુમલામાં વધારો થયો
૨૦૧૪ની શરૂઆતમાં જ. કેલિફોર્નિયાના બે એરિયામાં આવેલા હિંદુ મંદિર શેરાવાલી મંદિર પર ખાલિસ્તાન સમર્થક સૂત્રો લખવામાં આવ્યાં હતાં. હિંદુ અમેરિકન ફાઉન્ડેશન મંદિર સમિતિના લોકોના સંપર્કમાં છે. આ ઘટનાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આની થોડા દિવસ પહેલાં કેલિફોર્નિયાના શિવ-દુર્ગા મંદિરમાં પણ ચોરીની ઘટના થઈ હતી. જ્યારે કેલિફોર્નિયામાં એક ધાર્મિક સંપ્રદાયના મંદિર પર હુમલો થયો હતો. પત્રમાં આ હુમલાઓની નિંદા કરવામાં આવી અને કહ્યું કે અમે નેવાર્ક પોલીસ વિભાગ દ્વારા દોષિતોને જવાબદાર ઠરાવવાની કોશિશોને બિરદાવીએ છીએ.