Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

બોક્સર વિજેન્દર ભાજપમાં સામેલ, કહ્યું-ખોટી જગ્યાએ હોવાનું લાગતા અહીં આવ્યો છું

બોક્સર વિજેન્દર ભાજપમાં સામેલ, કહ્યું-ખોટી જગ્યાએ હોવાનું લાગતા અહીં આવ્યો છું

આંતરરાષ્ટ્રીય બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દર સિંહ બુધવારના દિવસે પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં સામેલ થઇ ગયા હતા. વર્ષ 2019માં રાજનીતિમાં એન્ટ્રી કરનાર વિજેન્દરે કોંગ્રેસની ટિકિટ પર દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી.

ભાજપમાં સામેલ થયા બાદ પોતાની પ્રતિક્રિયા આપતા વિજેન્દરે કહ્યું હતું કે મારી ઘર વાપસી થઇ રહી છે. ખૂબ સારું લાગી રહ્યું છે. વિજેન્દરે કહ્યું હતું કે ખોટી વાત ખોટી જ કહેશે અને સાચી વાતને સ્વીકારશે. અત્રે નોંધનીય છે કે વિજેન્દરે ગઇકાલે રાત્રે જ રાહુલ ગાંધીના બેરોજગારી પર સવાલ ઉઠાવનાર વીડિયોને શેર કરીને કેટલીક વાત કરી હતી. આ અંગે વિજેન્દરે કહ્યું હતું કે સવારે ઊઠ્યા બાદ એવું લાગ્યું હતું કે હું ખોટી જગ્યાએ છું. જેથી ભાજપમાં આવી ગયો છું.

 

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.