દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દારૂ કૌભાંડમાં થયેલી ધરપકડ બાદ ભારત સ્થિત અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ ભારતને લોકશાહીના મૂલ્યો અને ન્યાયિક પ્રક્રિયા પર જ્ઞાન આપ્યું હતું.
અ્મેરિકાના રાજદૂતની ભારતના આંતરિક મામલામાં ચંચૂપાતની એક વર્ગ દ્વારા ટીકા પણ કરવામાં આવી હતી. જોકે હવે ગાર્સેટીના સૂર અચાનક બદલાયા છે. તેમણે ભારતની ભરપૂર પ્રશંસા કરતા કહ્યુ છે કે, ભારત દુનિયાના ભવિષ્યનુ ઘડતર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. જો કોઈએ ભવિષ્ય જોવુ હોય તો ભારત આવવું જોઈએ, તમે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કામ કરવા માંગતા હોય તો પણ તમારે ભારત આવવાની જરુર છે. મારા માટે ગૌરવની વાત છે કે, અમેરિકન રાજદૂત તરીકે હું દુનિયાનું ભવિષ્ય બનાવવામાં ભારતમાં રહીને યોગદાન આપી રહ્યો છું.
#WATCH | Delhi: Ambassador of the USA to India Eric Garcetti says, "… If you want to see the future, come to India. If you want to feel the future, come to India. If you want to work on the future, come to India. I have the great privilege of being able to do that every single… pic.twitter.com/FROaV1DOnc
— ANI (@ANI) April 10, 2024
ગાર્સેટીએ ભારત અને અમેરિકાની ભાગીદારીને મહત્ત્વપૂર્ણ ગણાવીને કહ્યુ હતુ કે, અમે અહીંયા કોઈને કશું શીખવાડવા માટે કે કોઈને બોધપાઠ આપવા માટે નથી આવ્યા. જો કે અમે પોતે અહીંયા કશું શીખવા માટે અને સાંભળવા માટે આવ્યા છે. વિચારોનું આદાન પ્રદાન ભારત અને અમેરિકાના સબંધોમાં મહત્ત્વપૂર્ણ પાસું છે. અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનના મનમાં પણ ભારત પ્રત્યે બહુ સન્માનની લાગણી છે. ગાર્સેટીની સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ ભારતના વખાણ કરતા કહ્યું છે કે, ટેકનોલોજી અને બીજા ઘણાં ક્ષેત્રોમાં સહયોગના કારણે હવે ભારત અને અમેરિકાના સબંધો નવી ઉંચાઈને સ્પર્શી રહ્યા છે.
સુલિવાનને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ઈરાન, ઈજિપ્ત, યુએઈ અને ઈથિયોપિયા બ્રિક્સ સંગઠનમાં સામેલ થયા છે અને તેના કારણે અમેરિકાનુ વૈશ્વિક નેતૃત્વ કમજોર નથી થઈ રહ્યુ? તેના જવાબમાં સુલિવાને કહ્યુ હતુ કે મને લાગે છે કે, દુનિયાના તમામ પ્રમુખ ક્ષેત્રોમાં અમેરિકાની ભૂમિકા પર નજર કરશો તો અમેરિકા તમને મજબૂત સ્થિતમાં ઉભેલુ જોવા મળશે. અમેરિકાએ નાટો સંગઠનને પહેલા કરતા મોટુ બનાવ્યુ છે. તેનો વિસ્તાર કર્યો છે. તો બીજી તરફ અમેરિકા, જાપાન અને ફિલિપાઈન્સ વચ્ચે ઐતિહાસિક ત્રણ પક્ષીય બેઠક યોજાઈ રહી છે. અમેરિકાએ વિયેતનામ, ઈન્ડોનેશિયા અને દક્ષિણ પૂર્વના એશિયાઈ દેશો સાથે પણ પોતાના સબંધોને વધારે ગાઢ બનાવ્યા છે.