Skip to content
મંગળવાર, ઓક્ટોબર 27, 2026 Ahmedabad 35°C

હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતા 5થી વધુ બાળકોના મોત, 20થી વધુ ઘાયલ, ઇદના દિવસે પણ શાળા ખુલ્લી?

હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતા 5થી વધુ બાળકોના મોત, 20થી વધુ ઘાયલ, ઇદના દિવસે પણ શાળા ખુલ્લી?

હરિયાણાથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કનીબા નગર પાસે કનિના-દાદરી રોડ પર થયો હતો.

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી જેમાં લગભગ 35 થી 40 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે, આજે સરકારી રજાના દિવસે પણ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી. આ તરફ અકસ્માત થયા બાદ સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

આ ડ્રમનક ઘટનામાં પાંચ બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે એકની હાલત નાજુક હતી જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. જોકે બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું અને મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ. અકસ્માત બાદ સ્થાનિક લોકો બાળકોને બચાવતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અકસ્માત બાદ બસનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. લોહીથી લથપથ બાળકો પણ નજીકમાં જોવા મળે છે, જેમને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.

Filed under Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.