રક્ષા મંત્રાલયે ભારતીય વાયુ સેના માટે સ્વદેશી 97 ફાઈટર જેટ (LCA Mk-1A) તેજસની ખરીદી માટે સરકારી એરોસ્પેસ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને એક ટેન્ડર જારી કર્યું છે. રક્ષા અધિકારીઓએ આ વિશે જાણકારી આપી. આ યુદ્ધ વિમાનોની કિંમત લગભગ 67,000 કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે.
તેજસ વિમાન હવાઈ યુદ્ધ અને આક્રમક એર સપોર્ટ મિશન માટે ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે જ્યારે રિકોનિસન્સ અને એન્ટિ-શિપ ઓપરેશન્સ તેનો સેકન્ડરી રોલ છે. નવેમ્બરમાં સંરક્ષણ સંપાદન પરિષદ (Defense Acquisition Council) એ ભારતીય વાયુ સેના (IAF) માટે 97 તેજસ જેટ ખરીદવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી હતી. DCA એ હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા પોતાના એસયૂ-30 ફાઇટર કાફલાને અપગ્રેડ કરવાના ભારતીય વાયુસેનાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી.
આ યુદ્ધ વિમાનની ખાસિયતો
– આ એક સ્વદેશી યુદ્ધ વિમાન છે, જેને હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ તૈયાર કર્યું છે.
– આ ખૂબ હળવુ અને મજબૂત કોમ્બેટ વિમાન છે, અમેરિકા પણ તેના વખાણ કરી ચૂક્યુ છે.
– રક્ષા નિષ્ણાતો અનુસાર તેજસ આઠથી નવ ટન વજન લઈ જઈ શકે છે.
– આ વિમાન સુખોઈની જેમ ઘણા પ્રકારના હથિયાર અને મિસાઈલ લઈ જઈ શકે છે.
– આ વિમાન ઈલેક્ટ્રોનિક રડાર, દ્રશ્ય શ્રેણીની બહાર (BVR) મિસાઈલ, ઈલેક્ટ્રોનિક વોરફેર (EW) સૂટ અને હવાથી હવામાં ઈંધણ ભરવા (AAR) ની મહત્વપૂર્ણ ઓપરેશનલ ક્ષમતાઓથી સજ્જ છે.
સૌથી મોટી ખાસિયત
– આ વિમાન એક સાથે 10 ટાર્ગેટને ટ્રેક કરીને હુમલો કરી શકે છે.
– આ વિમાનને ટેકઓફ માટે વધુ મોટા રનવેની જરૂર પડતી નથી.
– ઉલ્લેખનીય છે કે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, મલેશિયા સહિત ઘણા દેશ આ શક્તિશાળી યુદ્ધ વિમાનને ખરીદવામાં રસ દર્શાવી ચૂક્યા છે.
– વાયુસેનાએ 2021માં દુબઈ એર શો, 2022માં સિંગાપોર એર શો જેવા આંતરરાષ્ટ્રીય આયોજનોમાં આ વિમાનને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
– આ સિવાય વર્ષ 2017થી વર્ષ 2023 સુધી એરો ઈન્ડિયા શો સહિત વિભિન્ન આંતરરાષ્ટ્રીય આયોજનોમાં આ વિમાનની શક્તિને દર્શાવવામાં આવી છે.