ભારતીય વાયુસેના ઝડપથી અસ્ત્ર એમકે-2 (Astra Mark 2/Astra Mk2) મિસાઈલનું પરિક્ષણ કરવાની છે. હવામાં જ હવા વડે જ હુમલો કરનારી આ મિસાઈલ બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ કેટેગરીમાં સામેલ છે. અર્થાત જ્યાં કોઈ ફાઈટર જેટ કે અટેક હેલિકોપ્ટરનો પાયલોટ ન દેખાય તો પણ તે સટીક હુમલો કરે છે.
અસ્ત્ર એમકે-2 હાલ પરિક્ષણ હેઠળ છે, અસ્ત્ર એમકે1 સેનામાં સામેલ છે. વાયુસેના આ મિસાઈલના પ્રદર્શનથી સંતુષ્ટ છે. 200 મિસાઈલનો ઓર્ડર આપી શકે છે. જેમાં ઓપ્ટિકલ પ્રોક્સિમિટી ફ્યુજ લગાવેલ છે. જે ટાર્ગેટ પર નજર રાખે છે. આજનું વજન 154 કિગ્રા છે, લંબાઈ 12.6 ફૂટ અને વ્યાસ 7 ઈંચ છે.
મિસાઈલનો ઉપયોગ
આ મિસાઈલનો ભવિષ્યમાં તેજસ એમકે2, એએમસીએ, ટેડબીએફ ફાઈટર જેટ્સમાં ઉપયોગ થઈ શકે છે. ભારતીય વાયુસેના જૂની માઈકા મિસાઈલના બદલે સ્વદેશી અસ્ત્ર મિસાઈલનો ઉપયોગ કરી શકે છે. જે ડીઆરડીઓ દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલ ફાઈટર જેટને સ્ટેન્ડ ઓફ રેન્જ પ્રદાન કરે છે.
અસ્ત્ર-3ની 350 કિમીની રેન્જ
સ્ટેન્ડ ઓફ રેન્જનો અર્થ દુશ્મનની તરફ મિસાઈલ છોડ્યા બાદ પોતાને હુમલાથી બચવા માટે યોગ્ય સમય મળે છે. એમકે2 અને એમકે3ની રેન્જ 350 કિમી રહેશે. જે અલગ-અલગ રેન્જ અને વેરિયન્ટ્સ સાથે ઉપલબ્ધ છે.