ચૈત્રી સુદ નોમ ના દિવસે પ્રભુ શ્રી રામ નો જન્મ અયોધ્યામાં થયો હતો તે આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ વર્ષે જ્યારે ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન છે ત્યારે તેનો ઉત્સાહ અયોધ્યા સહીત સમગ્ર વિશ્વમાં અનોખો જોવા મળી રહ્યો છે અને રામ જન્મ ની ઉજવણી વધુ હર્ષોલ્લાસ થી કરવામાં આવી રહી છે , જે અંતર્ગત ભાવનગરમાં ભગવાન શ્રી રામ ની ભવ્ય શોભા યાત્રા નીકળી હતી .
રામ મહલ તપસ્વી બાપુ ની વાડીએ થી રામચંદ્ર દાસજી બાપુ ના માર્ગ માર્ગ દર્શન હેઠળ પ્રભુ શ્રી રામ ની ભવ્ય શોભા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ.
વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી રામ જન્મ મહોત્સવ સમિતિ ભાવનગર દ્વારા ૧૯૯૨ થી શરૂ કરી દર વર્ષે પરંપરાગત રીતે ભગવાન શ્રી રામલલાની શોભાયાત્રા ભાવનગરના રાજમાર્ગો પરથી નીકળતી હોય છે, ત્યારે આ વર્ષની ભવ્ય શોભાયાત્રા પરિમલ પાસે રામમહલ, તપસ્વી બાપુની જગ્યાથી સાંજના પ્રસ્થાન થઈ હતી .
પ્રસ્થાન પેહલા પરંપરાગત રામ લલ્લા ની પૂજા કરવામાં આવી હતી આ પૂજા માં લોકસભાના ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા અને ભાવનગર પૂર્વ ના ધારાસભ્ય સેજલબેન પંડ્યા જોડાયા હતા . આ શોભાયાત્રામાં ભાવનગરના સાધુ-સંતો, રાજનૈતિક અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .
આ શોભાયાત્રામાં અખાડા, મિનિ ટ્રેન, વાંદરો, જીપ, આકર્ષક ફ્લોટ જોવા મળશે જે આ શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર હતા . આ શોભાયાત્રા શ્રી રામ મહલ થી પ્રસ્થાન થઈ, સહકારી હાર્ટ, ઝૂલેલાલ ચોક, સંત કવરરામ ચોક, કાળાનાળા, દાદાસાહેબ જૈન દેરાસર, તાલુકા પંચાયત, બિલેશ્વર મહાદેવ, ચાવડીગેટ, વિજય ટોકીઝ, પાનવાડી, જશોનાથ ચોક, વાસણઘાટ, વીર ભગતસિંહ ચોક, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, જગદીશ મંદિર, ખારગેટ, જલારામ બાપા મંદિર ખારગેટ, મામાકોઠા, બાર્ટન લાઈબ્રેરી, કૃષ્ણેશ્વર મહાદેવ, શિવરામ રાજ્યગુરુ ચોક, નવાપરા, પીપળીયા હનુમાનજીના મંદિરે થઈ ભીડભંજન મહાદેવ ખાતે પૂર્ણ થઈ હતી . આ શોભાયાત્રાની શરૂઆત અયોધ્યામાં ભવ્ય રામમંદિર બને તેવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, આ વર્ષની ૨૨ જાન્યુઆરીના પાવન દિવસે અયોધ્યાના નવનિર્મિત રામમંદિરમાં ભગવાન રામલલાની ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા થઈ અને તેની સાથે આ શોભાયાત્રાનો સંકલ્પ પૂર્ણ થયો હોય, જેનાથી લોકોમાં ભગવાન રામલલાની શોભાયાત્રાને લઈ વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ત્યારે આ વર્ષની શોભાયાત્રામાં હિન્દુ એકતાને અખંડીત રાખવાના હેતુ સાથે બહોળી સંખ્યામાં હિન્દુ સમાજ જોડાયા હતા અને ફરી એક વખત રામમય વાતાવરણ બન્યું હતું .