કોલકાતા, તા. ૧૮ ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી હવે પોતાના જ સાથી પક્ષોની વિરુદ્ધમાં મતદાન કરવા લોકોને અપીલ કરવા લાગ્યા છે. મમતાએ દાવો કર્યો હતો કે બંગાળમાં મે ઈન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. તેથી કોંગ્રેસને મત ના આપશે, આવુ કરવાથી તમારો મત વેડફાઈ જશે.
ઈન્ડિયા ગઠબંધન મેં બનાવ્યું, નામ પણ આપ્યું, કોંગ્રેસ-ડાબેરીઓ ભાજપના એજન્ટ હોવાનો દાવો
બંગાળના મુર્શિદાબાદમાં રેલીને સંબોધતી વખતે મમતા બેનરજીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ ડાબેરી પક્ષ સીપીઆઈએમ અને કોંગ્રેસને મત ના આપે. બંગાળમાં ઇન્ડિયા ગઠબંધન નથી. વિપક્ષને એક કરવામાં મારી મોટી ભૂમિકા છે. ગઠબંધનને ઈન્ડિયા નામ આપવામાંપણ મારુ મોટુ યોગદાન છે. જોકે અહીંયા બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરી પક્ષો ભાજપના સમર્થનમાં કામ કરી રહ્યા છે. તેથી કોંગ્રેસ અને સીપીઆઈએમને તમારો મત આપી તેને વેડફશો નહીં