CAના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે ફાઉન્ડેશન-ઈન્ટરમીડિએટની પરીક્ષા 3 વખત લેવાશે. વિગતો મુજબ પહેલા વર્ષમાં બે વાર લેવાતી પરીક્ષા હવે ત્રણ વાર લેવાશે. જેમાં મે અને નવેમ્બર મહિનામાં લેવાતી પરીક્ષા હવે ત્રણ વાર લેવાશે.
આ અંગે ICAIના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં જાહેરાત કરી છે. મહત્વનું છે કે, CAના કોર્સમાં વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે નિર્ણય લેવાયો છે. નોંધનિય છે કે, આ નિર્ણય મે 2024થી અમલમાં આવશે.
Smt @nsitharaman addresses and interacts with the audience during ‘Samvad on Viksit Bharat’ programme organised by @GCCIAhmedabad and @ICAIAhmedabad in Ahmedabad, Gujarat.#ModiKiGuarantee#ViksitBharat2047 pic.twitter.com/L239twvlhw
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) April 20, 2024
ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)ના ચેરમેન અનિકેત તલાટીએ GCCIના સંવાદ કાર્યક્રમમાં મોટું નિવેદન આપ્યું છે. CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડીયેટની પરીક્ષા જે વર્ષમાં બે વાર મે અને નવેમ્બર મહિનામાં લેવામાં આવતી હતી તે હવે ત્રણવાર લેવામાં આવશે.
GCCIના સંવાદ કાર્યક્રમમાંમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન હાજર હતા ત્યારે તલાટીએ કહ્યું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્ષમાં સતત વધી રહેલી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મે 2024થી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ આજે સમગ્ર ભારતમાં ICAIની બીજી સૌથી મોટી બ્રાન્ચ છે. 15 હજારથી વધુ CA અમદાવાદમાં છે. CA માટે નવા કોર્ષની મંજુરી આપવા માટે તલાટીએ નિર્મલા સીતારામનનો આભાર પણ માન્યો હતો.