ભારતીય બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં કેન્સર કારક તત્વો મળી આવતાં સિગાપોર અને હોંગકોંગે વાપરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ રિપોર્ટથી હરકતમાં આવેલી કેન્દ્ર સરકારે પણ એક મોટો નિર્ણય લેતાં તમામ ફૂડ કમિશનરોને દેશના તમામ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાંથી મસાલાના નમૂના એકત્રિત કરવાનો આદેશ આપ્યો છે.
ત્રણથી ચાર દિવસમાં દેશના તમામ મસાલા ઉત્પાદક એકમોમાંથી નમૂના લેવામાં આવશે, એમ ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું છે. માત્ર એમડીએચ અને એવરેસ્ટ જ નહીં, તમામ મસાલા બનાવતી કંપનીઓના સેમ્પલ લેવામાં આવશે. રિપોર્ટ લગભગ 20 દિવસમાં લેબમાંથી આવશે.
#Breaking After Singapore, Hong Kong has also decided to ban the sale of MDH and Everest spices due to concerns over alleged contamination. The move comes after the detection of ethylene oxide, a potentially carcinogenic pesticide, in certain spice mixes. #MDH #Everest pic.twitter.com/WM645ghtl1
— Prashant Gupta (@GuptaJi_Journo) April 22, 2024
સિંગાપોર બાદ હોંગકોંગે એમડીએચ મસાલાં પર મૂક્યો પ્રતિબંધ
એમડીએચ સહિત એવરેસ્ટ મસાલમાં હાનીકારક તત્વો મળી આવ્યાં છે. MDH પ્રાઈવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના ઘણા મસાલામાં કાર્સનીજેનિક પેસ્ટીસાઈડ ઈથલોન ઓક્સાઈડ મળી આવ્યો છે. સિંગાપોરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 5 એપ્રિલે ચકાસણી કરી હતી જેમાં સાંબર મસાલા પાવડર, મદ્રાસ કરી પાવડર અને કરી પાવડરમાં એમ ત્રણ બ્રાન્ડમાં કેન્સર કારક તત્વો મળી આવ્યાં હતા. સરકારે વેન્ડર્સને પણ મસાલાનું વેચાણ ન કરવાની સલાહ આપી છે અને માર્કેટમાંથી તેને પાછા ખેંચવાનો ઓર્ડર આપ્યો છે.