સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા રજનીકાંતને દરેકના ફેવરિટ એક્ટર માનવામાં આવે છે. 73 વર્ષની ઉંમરે પણ સુપરસ્ટાર રજનીકાંત સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મો દ્વારા દર્શકોનું ભરપૂર મનોરંજન કરે છે. જેલર અને લાલ સલામ બાદ હવે અભિનેતાની એક નવી ફિલ્મ ‘કુલી’ ચર્ચામાં છે.
ડાયરેક્ટર લોકેશ કનગરાજના ડાયરેક્શનમાં બનનારી ફિલ્મ કુલી નું લેટેસ્ટ ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જેમાં રજનીકાંત પોતાની એક્શન અને સ્વેગથી દરેકનું ધ્યાન ખેંચી રહ્યો છે.












