રેન્જ IG ગૌતમ પરમાર , તથા SP ડો. હર્ષદ પટેલ દ્વારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા જાહેર જનતા ને સાયબર ક્રાઇમથી જાગ્રુત કરવા સુચના આપવામાં આવેલ જે અનુસંધાને, સાયબર ક્રાઇમ સેલપોલીસ ઇન્સપેક્ટર કે.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ C.E.D (Central For Entrepreneurship development) Government of Gujarat તથા Bhavnagar District Chamber of Commerce & Industry ના સહયોગ થી ભાવનગર જીલ્લા સાયબર સેલ ટીમ દ્વારા BPTI Collage ભાવનગર ખાતે ભાવનગરની જાહેર જનતા માટે “સાયબર જાગૃતિ” સેમિનાર નુ આયોજન કરવામા આવેલ હતુ .
આ સેમિનારમાં સાયબર ક્રાઇમ સેલ ભાવનગરના પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એસ.પટેલ, સહેબનાઓ દ્વારા સેમિનારમાં ઉપસ્થિત કુલ-૧૩૦ થી ૧૫૦ જેટલા લોકોને Deep Fake Video ને કઇ રીતે ઓળખવો તથા Deep Fake Video દ્વારા બનતા સાયબર ક્રાઇમ બનાવો થી બચવાના ઉપાયો અને Third Party Application અંગેની જાણકારી આપી હતી. તેમજ સાયબર એક્ષપર્ટ કેતનભાઇ દવે, દેવર્ષિભાઇ ઓજા, ગોવિંદભાઇ ભેટારિયા, સજદેવસિંહ જાડેજા તથા સાયબર ક્રાઇમ સેલ ભાવનગર ટીમ દ્વારા આ સેમિનારમાં ભાગ લેનાર તમામ લોકોને ઇન્ટરનેટ નો ઉપયોગ કઇ રીતે કરવો અને ઇન્ટરનેટ દ્વારા બનતા ક્રાઇમ એટલે કે સાયબર ક્રાઈમ (ફેક એપ્લીકેશન ફ્રોડ, ન્યુડ વિડીયો કોલ, લોટરી/ગીફ્ટ ફ્રોડ, સાયબર બુલીંગ) થી બચવાના ઉપાયો, અને તકેદારી વિશેની જાણકારી આપી બેંક એકાઉન્ટ ની સુરક્ષા તથા WhatsApp, Facebook/Instagram Privacy અને Google Account ના Privacy Settings અંગે Practical knowledge આપવામા આવેલ છે.
“સાવચેતી એ જ સમજદારી” જાહેર જનતા માટે સંદેશ આપવામાં આવ્યો હતો કે
• આપની અંગત માહિતી સોશ્યલ મિડીયા ઉપર શેર કરતા પહેલા તમારા સોશ્યલ મિડીયા એકાઉન્ટ પ્રાઇવેટ છે કે નઇ ? તેની ખાત્રી કરો. અજાણી વ્યક્તિને તમારા ફોટોગ્રાફ ક્યારેય શેર ન કરવા જોઇએ. માટે તમારા સોશ્યલ મિડીયા એકાઉન્ટ લોક રાખો.
• અજાણી સ્ત્રી ના ફોટા વાળી Facebook માં ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહીં અથવા WhatsApp, Facebook વિડીયો કોલ રીસીવ કરવો નહીં.
• કોઈપણ મિત્ર તેના Facebook મેસેન્જર દ્વારા અથવા સોશિયલ મીડિયા દ્વારા રૂપિયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઈલ નંબર ઉપર કોલ કરી તેની ખરાઇ કરવી.
• ઇન્સ્ટન્ટ લોન આપતી અજાણી એપ્લિકેશન ફોનમાં ઇન્સ્ટોલ કરવી નહીં અથવા આવી લોન લેવી નહી.
• ઇલેક્ટ્રિસિટી બંધ થઈ જવાના મેસેજ કોલ થી સાવધાન રહો.
• Google માંથી નંબર સર્ચ કરવો નહીં, જે તે કંપની સંસ્થા ની ઓથેન્ટિક વેબસાઈટ શોધી નંબર મેળવવો.
• ઓનલાઇન ચીજ વસ્તુની ખરીદી ઓફિસિયલ વેબસાઈટ પરથી જ કરવી.
• ડબલ રૂપિયા કરી આપતી સ્કીમ, કેશ બેક, રિવર્ડ પોઇન્ટ અથવા વધારે પ્રોફિટ કરી આપતી વેબસાઈટ કે એપ્લિકેશન માં ઇન્વેસ્ટમેન્ટ કરવું નહીં.
• કોઈપણ બેંક/મોબાઇલ કંપની તરફથી અજાણી વ્યક્તિના કોલ આવે તો બેન્ક એકાઉન્ટ ડીટેલ્સ OTP, ની માહિતી શેર કરવી નહીં અથવા તેના તરફથી કહેવામાં આવતી એપ્લિકેશન જેમકે, Team viewer, Any desk અથવા કોઇપણ અજાણી એપ્લિકેશન ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહીં.
ઉપરોક્ત દરેક માહિતી બાદ પણ જો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હોય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર-૧૯૩૦ ઉપર કોલ કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ નો સંપર્ક કરવો.